ઊના, તા.ર૨
રાજ્યમાં શૈચાલય કૈભાંડની સર્વપક્ષય સમિતિ બનાવીને જિલ્લાવાર તપાસ કરાવવા વિધાનસભામાં માગણી ઉઠી છે.
વિધાનસભા ગૃહમાં ઉના વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય પૂંજાભાઇ વંશે જણાવ્યુ હતું કે રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલમાં આવ્યું છે. આ ગ્રામપંચાયતોને સામાન્ય સત્તાઓની સાથે જમીન મહેસૂલ ઉઘરાવવાની કામગીરી સાંેપી ગ્રામ કક્ષાએ તલાટી કમમંત્રી જેતે ગામમાં રહેવું જોઇએ તેવી જોગવાઇ છે.
ધારાસભ્ય વંશએ ચર્ચામાં આગળ જણાવ્યુંં કે કોઇ વ્યક્તિ સરપંચ ન હોવા છતાં સરપંચના હોદાનો દૂર ઉપયોગ કરે વગર હોદે વહીવટ કરે એ ભાજપની સરકારમાં જ શક્ય બને ગીર સોમનાથ જિલ્લામાં ભાજપનો એક હોદેદાર સરપંચ ન હોવા છતાં સરપંચના હોદાનો દૂર ઉપયોગ કરી એક વર્ષ સુધી ગ્રામપંચાયતનો વહીવટ કર્યો અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો આ અંગે મુખ્યમંત્રી પંચાયત મંત્રીથી લઇ સંબધિત તમામને લેખિત પત્ર દ્વારા રજૂઆત કરી હોવા છતાં આ વ્યક્તિ સામે કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
વંશએ શૈાચાલયએ સામાન્ય ગરીબ માણસ જોડાયેલી યોજના છે બી.પી.એલ યાદી સમાવિષ્ટ વ્યક્તિ શૈાચાલય બનાવતો હોય તેને રૂા.૧૨ હજાર આપવામાં આવે છે. તેમાંય ૨-૩-૪ હજારની કટકી કરી માણસોનું શોષણ કરવામાં આવે છે. એ કેટલા અંશે વ્યાજબી છે. વડાપ્રધાન મંત્રી આવાસ યોજનાનો સાચા લાભાર્થીઓને તેનો લાભ મળતો નથી. પ્રધાન મંત્રી આવાસ યોજનામાં શરૂઆતથી જ વ્યાપક ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.
ગ્રામપંચાયતોએ કલસ્ટર શૈાચાલયો બનાવ્યા છે. એની પાછળ રાજ્ય સરકારે ખર્ચ કર્યો છે. પરંતુ આ શૈાચાલયોનો ગામ લોકોએ એક દિવસ પણ ઉપયોગ કર્યો નથી કે તેનો ઉપયોગ થઇ શકે તેવી પરિસ્થિતી નથી. આ અંગે એક સર્વપક્ષીય સમિતિ બનાવીને જિલ્લાવાર તપાસ કરવાની માંગણી વંશએ કરી હતી..
રેવન્યુ તલાટી અને પંચાયતના તલાટીઓના પગાર ધોરણમાં જે વિર્સગતતા છે તે પણ દૂર કરવા રજુઆત થયેલ છે.