અમદાવાદ,તા. ૨
અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં આજે ગરમીના પ્રમાણમાં વધારો થયો હતો. કંડલા અરપોર્ટ ખાતે આજે પણ સૌથી વધારે ગરમીનો અનુભવ થયો હતો. અહીં પારોે ૪૧ રહ્યો હતો. ભુજમાં પણ પારો ૪૧ સુધી પહોંચ્યો હતો. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન વધીને ૩૯.૬ ડિગ્રી રહ્યું હતું. બીજી બાજુ આગામી બે દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર નહીં થવાની શક્યતા દેખાઈ રહી છે. હજુ પણ રાજ્યના જુદા જુદા ભાગોમાં પારો ૪૦થી ઉપર પહોંચેલો છે. કંડલા એરપોર્ટ ખાતે આજે સૌથી વધુ ગરમીનો અનુભવ થયો હતો. આજે જે વિસ્તારમાં પારો ૪૦થી ઉપર રહ્યો હતો તેમાં ડીસા, વડોગરા, અમરેલી, સુરેન્દ્રનગર, ભૂજનો સમાવેશ થાય છે.અમદાવાદ માટેની સ્થાનિક આગાહીમાં જણાવવમાં આવ્યું છે કે, આવતીકાલે પારો આજની સરખામણીમાં ઘટીને ૩૯ સુધી રહી શકે છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૯.૬ અને લઘુત્તમ તાપમાન ૨૧.૬ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં વધતી ગરમીના પરિણામ સ્વરુપે જનજીવન પણ ખોરવાઈ ગયું છે. લોકો બપોરના ગાળામાં ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. દિવસ દરમિયાન ગરમ પવનો ફુંકાઈ રહ્યા છે. અલબત્ત સાંજે આંશિક રાહત જોવા મળી રહી છે.પવનોની ગતિ અને પદ્ધતિ બદલાઈ રહી છે. જો કે, આઈએમડી દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગો માટે ઉંચા તાપમાનની પણ વાત કરવામાં આવી છે. ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઉંચુ રહ્યું છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વધતી જતી ગરમીની સ્થિતિને ધ્યાનમાં લઇને પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને મોટા પ્રાણીઓ માટે વિશેષ જોગવાઈ થઇ રહી છે. સૌથી ગરમ વિસ્તારોની વાત કરવામાં આવે તો અમરેલી, રાજકોટ સુરેન્દ્રનગર, કંડલા એરપોર્ટ અને ઇડરનો સમાવેશ થાય છે. વધતી ગરમી વચ્ચે જુદા જુદા ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. ખાસ કરીને પેટમાં દુખાવાની ફરિયાદો વધી છે. અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોમાં વધતી ગરમીના કારણે જનજીવન ખોરવાયેલુ રહ્યું હતું. બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ દેખાયા હતા. તાપમાનમાં હજુ સતત વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે.
ક્યાં કેટલું તાપમાન ?

સ્થળ તાપમાન (મહત્તમ)
અમદાવાદ ૩૯.૬
ડિસા ૪૦.૦
ગાંધીનગર ૩૭.૫
ઇડર ૨૩.૨
વડોદરા ૪૦.૦
સુરત ૩૭.૨
વલસાડ ૩૩.૪
અમરેલી ૪૦.૯
ભાવનગર ૩૮.૬
પોરબંદર ૩૫.૦
રાજકોટ ૪૦.૧
સુરેન્દ્રનગર ૪૦.૮
ભુજ ૪૧.૦
નલિયા ૩૫.૮
કંડલા એરપોર્ટ ૪૧.૦
કંડલા પોર્ટ ૩૮.૯
મહુવા ૩૮.૦