(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૩
ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ તેજ ગતિએ વધી રહ્યું છે. રાજયભરમાં રોજેરોજના કોરોનાના કેસો સમયાંતરે ઉછાળા સાથે વધીને હવે એક હજાર ઉપર પહોંચી ગયા છે. રોજેરોજ વધુને વધુ કેસોનો રેકોર્ડ સ્થાપિત થઈ રહ્યો છે. તેમ છતાં સરકાર દ્વારા અન્ય રાજયોની વાત આગળ ધરીને આપણે આટલા ક્રમે છીએ તેવી વાતો કરવામાં આવી રહી છે. દિવસે દિવસે કોરોનાની મહામારી રાજયમાં ખરાબ પરિસ્થિતિ તરફ આગળ વધી રહી છે તો બીજી તરફ સરકાર અન્ય રાજયોના આંકડા દર્શાવી શું સાબિત કરવા માગે છે ? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે રાજયમાં ર૪ કલાકમાં રેકર્ડ બ્રેક વધુ નવા ૧૦૭૮ કેસ બહાર આવ્યા છે અને તેમાં પણ સુરત, અમદાવાદ, વડોદરાની સાથે રાજકોટ, જૂનાગઢ, ભાવનગર બાદ હવે નર્મદા, દાહોદ, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ રાજયમાં ફરીવાર કોરોનામાં મૃત્યુનું પ્રમાણ વધવાનું જારી થઈ ચૂકયું છે. ર૪ કલાકમાં રાજયમાં વધુ ર૮ વ્યકિતઓ કોરોનામાં મોતને ભેટી છે. આની સામે કોરોનામાંથી રાજયભરમાં વધુ ૭૧૮ દર્દીઓ સાજા થવામાં સફળ રહ્યા છે. રાજયભરમાં કોરોના વાયરસનો વ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે જેને પગલે કેસોનો પણ ઝડપી ઉછાળો નોંધાઈ રહ્યો છે. રાજયના બે માત્ર જિલ્લાને બાદ કરતા લગભગ સમગ્ર રાજયમાં કોરોનાનું સંક્રમણ વધતા કેસો નોંધાવવા પામેલ છે. છેલ્લા ર૪ કલાકમાં રાજયભરમાં વધુ નવા ૧૦૭૮ રેકર્ડબ્રેક કોરોના કેસ બહાર આવ્યા છે. જેમાં સૌથી વધુ સુરતમાં રપ૬ કેસ નોંધાયા છે. (શહેરમાં ૧૮૧ ગ્રામ્યમાં ૭પ કેસ) જયારે અમદાવાદ શહેરમાં ૧૮૭ અને ગ્રામ્યમાં ર૩ મળી કુલ ર૧૦ કેસ નોંધાયા છે. તે પછીના ક્રમે વડોદરા જિલ્લામાં-૮ર કેસ, રાજકોટમાં પ૯ કેસ, જયારે નર્મદા જિલ્લામાં ૪૦, દાહોદ-૩૧, સુરેન્દ્રનગર-૩૧, ભરૂચ-ર૭, જામનગર કોર્પોરેશન-રપ, કચ્છ-ર૪, ભાવનગર-કોર્પોરેશન-ર૩, જૂનાગઢ કોર્પોરેશન-ર૩, મહેસાણા-ર૩, પાટણ-ર૩, ગાંધીનગર-રર, જૂનાગઢ-ર૦, નવસારી ૧૮, ભાવનગર-૧૬, રાજકોટ-૧પ, બનાસકાંઠા-૧૪, ખેડા-૧૩, પંચમહાલ-૧ર, તેમજ અન્ય જિલ્લાઓમાં ૧થી વધુ કેસ નોંધાયા છે આ સાથે રાજયભરમાં કોરોનાના કુલ કેસો પર,પ૬૩ થવા પામેલ છે. આરોગ્ય વિભાગ અનુસાર, છેલ્લા ર૪ કલાકમાં વધુ ર૮ દર્દીઓના કોવિડ-૧૯ના કારણે મોત થયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં ૧૦, સુરત-૪, અમદાવાદ કોર્પોરેશન-૪, કચ્છ-ર, પાટણ-ર, વડોદરા કોર્પોરેશન-ર, અમદાવાદ-૧ ભાવનગર કોર્પોરેશન-૧, બોટાદ-૧, મોરબીમાં એક દર્દીનું મોત થયું છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ રરપ૭ લોકોના કોરોનાથી મોત થઈ ચુકયા છે. જયારે હોટસ્પોટ અમદાવાદમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧પ૬પ થયો છે. તો સુરતમાં ૩ર૩ લોકો મોતને ભેટયા છે. રાજયમાં હાલ ૧ર૩૪૮ એકિટવ કેસ છે, જેમાંથી ૮૯ વેલ્ટીલેટર પર છે અને ૧રરપ૯ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે, જયારે અત્યાર સુધી કુલ ૩૭૯પ૮ દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ પ,૯ર,૧ર૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયમાં આજે ૭૧૮ દર્દીઓ કોરોનામાંથી સાજા થયેલ છે. જેમાં સુરતમાં ર૦પ તથા અમદાવાદમાં ર૦૩ દર્દીઓ સાજા થયેલ છે તે પછી વડોદરા જિલ્લામાં ૭૧ દર્દી, ભાવનગરમાં-પર દર્દી તેમજ રાજયના અન્ય જિલ્લાઓમાં પણ કોરોનામાંથી દર્દીઓ સાજા થયાનું નોંધાયું છે.