(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૮
કોરોનાની મહામારી વચ્ચે હવે રાજ્યમાં શાળા-કોલેજો તબક્કાવાર શરૂ થઈ રહી છે અને આગામી બોર્ડની પરીક્ષાઓને લઈને પણ વિવિધ નિર્ણયો લેવાઈ રહ્યા છે. જેમાં હવે ધો.૧રની પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણી ઓનલાઈન થશે તેવો નિર્ણય લેવાયો છે.
શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે કે રાજ્યમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી ખુલશે. આ ઉપરાંત ધોરણ ૯થી ધોરણ ૧૨ અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસને પણ મંજૂરી મળી છે. આ દરમિયાન ગુજરાત શિક્ષણ બોર્ડે પણ ધોરણ ૧૨ની વિજ્ઞાનપ્રવાહની ઉત્તરવહી ઓનલાઈન ચકાસવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહી ઑનલાઈન ચકાસવાનો નિર્ણય કર્યો છે. ય્ઁજીઝ્ર અને ય્‌ેં બાદ હવે ગુજરાત શિક્ષણ બોર્ડ પણ ઑનલાઈન ઉત્તરવહીની ચકાસણી કરશે. શિક્ષણ બોર્ડ ગત ૪ વર્ષથી ઓનલાઈન ચકાસણી માટેની સિસ્ટમ તૈયાર કરી રહ્યું હતું. જ્યારે હવે શિક્ષણ વિભાગે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીની હવે ઑનલાઈન ચકાસણી કરવાનો નિર્ણય કર્યો છે.
અગાઉ ય્ઁજીઝ્ર અને ય્‌ેંએ ઓનલાઈન ઉત્તરવહી ચકાસવાનો નિર્ણય કર્યો હતો.ઑનલાઈન પેપર ચકાસણીને પગલે ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટશે. અને પરિણામમાં પણ પારદર્શિતા વધશે. ય્જીઈમ્એ જણાવ્યું છે કે રેગ્યુલર ફી સાથે જ ૨૧ જાન્યુઆરીથી ૨૦ ફેબ્રુઆરી સુધી બોર્ડની વેબસાઈટ પર આવેદનપત્ર ભરી શકાશે. ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહના તમામ નિયમિત અને રિપિટર વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવા પડશે. તેમ જાહેરાતમાં વધુમાં જણાવાયું છે.