ગાંધીનગર,તા.ર૩
ગુજરાત નંબર ૧ હોવાના દાવા કરતી રાજયની ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ગુજરાત વિધાનસભામાં બહાર આવેલા કુપોષણના આંકડાઓએ ગુજરાતના વિકાસની પોલ ખોલી નાંખી છે. રાજયમાં કુલ ૧ લાખ ૧૦ હજાર જેટલા બાળકો કુપોષિત હોવાનું ખુદ સરકારે સ્વીકાર્યું છે. જેમાં સૌથી વધુ કુપોષિત બાળકો વડોદરામાં ૭૬રપ છે. જયારે સૌથી ઓછા કૃપોષિત બાળકો બોટાદ જિલ્લાના ૪૮૯ છે. આમ વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન જુદા જુદા જિલ્લાઓમાં કુપોષિત બાળકો અંગે પૂછાયેલા પ્રશ્નોમાં રાજયમાં ૧.૧૦ લાખ જેટલા બાળકો કૃપોષિત હોવાનો ખુલાસો થયો છે. ત્યારે ખરેખર રાજયમાં વિકાસ થયો છે ? કે પછી કપોષિત બાળકોની સંખ્યાનો વિકાસ થયો છે ? તેવો પ્રશ્ન હાલ ચર્ચાની એરણે છે.

જિલ્લો બાળકો કુપોષિત

 • સુરેન્દ્રનગર પ૬૪ર
 • ભરૂચમાં ર૬૩૬
 • ગીરસોમનાથ ૧૩પ૬
 • પોરબંદર પ૦૧
 • રાજકોટ ૧૯૪૯ છોટાઉદેપુર ૧ર૩૧
 • જામનગર ર૪૧૧
 • મહિસાગર ૪૦પ૧
 • દેવભૂમિ દ્વારકા ૧૮૩૬
 • આણંદ ૧૬૬૯
 • ખેડા ૭૦૦૮
 • અમદાવાદ ૧૭૧પ
 • નર્મદા ર૭૪૧
 • પાટણ પરપ૯
 • વડોદરા ૭૬રપ
 • અમરેલી ૧૯પ૩
 • બોટાદ ૪૮૯
 • મોરબી ૧૮૦૧
 • દાહોદ ૭૪૧૯
 • જૂનાગઢ ૧૯૯૯
 • ભાવનગર ૬૦પ૮
 • ડાંગ ૩૭૬૮
  વલસાડ ર૧૮૮
 • નવસારી ૧૧૭૩
 • તાપી ૩પ૪૦
 • કચ્છ ૧૧૪૯
 • સાબરકાંઠા ૬ર૪૭
 • ગાંધીનગર ૩૬૪૮
 • પંચમહાલ પ૭૯૦
 • બનાસકાંઠા ૬પ૩૯
 • અરવલ્લી ૩૯પ૯
 • મહેસાણા ૯૬૦
 • સુરત ૪૦૮૯