અમદાવાદ, તા.૧૩
રાજયની ૧૮૨ વિધાનસભા બેઠકો માટે બે તબકકામા કરવામા આવેલા મતદાનની પ્રક્રીયા આવતીકાલે ગુરુવારના રોજ પુરી થયા બાદ ૧૮ ડિસેમ્બરને સોમવારના રોજ તમામ ૧૮૨ બેઠકો પર થયેલા મતદાનની મતગણતરી એકસાથે ૩૭ જેટલા મતગણતરી કેન્દ્રો ખાતે શરૂ કરવામા આવશે.અમદાવાદ શહેરમા એલ.ડી.કોલેજ ઉપરાંત ગુજરાત કોલેજ અને પોલીટેકનીક ખાતે મતગણતરી કરવામા આવશે.જયારે બાકીના તમામ જિલ્લાઓમા ૧-૧ સ્થળે મતગણતરી કરવામા આવશે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમાં એલ.ડી.કોલેજ ખાતે ૮ બેઠકો માટે,ગુજરાત કોલેજ ખાતે ૭ જ્યારે પોલીટેકનીક ખાતે ૬ બેઠકોની મતગણતરી હાથ ધરવામા આવશે.ઉપરાંત સુરત અને આણંદમાં ૨-૨ મતકેન્દ્રો ખાતે મતગણતરી કરવામા આવશે બાકીના તમામ જિલ્લાઓમાં કેન્દ્રો ઉપર મતગણતરી કરવામા આવશે.