(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
ગુરૂવારે સચિન તેડુલકરને રાજ્યસભામાં બોલવાની તક ન મળતાં તેમણે પોતાના વિચારો વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો. સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરતાં તેડુલકરે ખાસ કરીને નોર્થ ઈસ્ટ વિસ્તારની ભરપૂર પ્રશંસા કરતાં કહ્યું કે નોર્થ ઈસ્ટ જીવંત રમતગમત સંસ્કૃતિ ધરાવે છે. ભારતે રમતપ્રેમી દેશની છાપમાંથી બહાર નીકળીને રમત ખેલનાર દેશ બનવું પડશે. તેમણે કહ્યું કે આપણે ભારતનું રૂપાંતરણ રમતપ્રેમીમાંથી બદલીને રમતગમત ખેલનાર દેશ તરીકે કરવું પડશે. જેમાં દરેક વ્યક્તિ વધારે સક્રિય હોય અને દેશના રમતગમત સંસ્કૃતિને વિકસીત કરી શકે. તેડુલકરે ઉત્તર-પૂર્વોતરની રમતગમત ઉત્કષ્ટતા માટે દિપા કર્મકર, ભુટિયા મેરી કોમ અને મિરાઈ ચનુ જેવા ઉદાહરણો ટાંક્યાં. તેમણે આગળ કહ્યું કે ભારતની ફક્ત ૪ ટકા વસતી ધરાવતા ઉત્તર પૂર્વોતર વિસ્તારમાં ગતિશિલ રમતની સંસ્કૃતિ ધરાવે છે. આ વિસ્તારોઓએ દેશને બોક્ષિંગ મેરી કોમ મિરાઈ ચનું, દીપા કર્મકર, ભુટિયા સરિતા દેવી, સંજિતા ચનું અને બીજા ઘણા બધા રમતવીરો દેશને આપ્યાં છે. ભારતને રમતપ્રેમી દેશમાંથી બદલીને રમત ખેલનાર દેશ બનાવવાનો મારો પ્રયાસ છે. હું તમને સૌને અપીલ કરૂ છું કે આ પ્રયાસમાં ભાગીદાર બનીને મારા સપના, આપણા સપનાને સાકાર કરવામાં સહયોગ આપવામાં આવે. હમેંશા યાદ રાખો કે સપનું સાચુ પડતું હોય છે, જય હિન્દ. આ પહેલા ગુરુવારે તેડુલકરે ભારતમાં રમતના ભાવી પર ટૂંકી ચર્ચાની દરખાસ્ત મૂકી હતી પરંતુ રાજ્યસભામાં કોંગ્રેસના ઉગ્ર વિરોધ પ્રદર્શનને પગલે તેઓ તેમનું પહેલું ભાષણ શક્યા નહોતા.