(એજન્સી) લખનઉ, તા. ૨૪
રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને હાથે હાર્યાંના એક દિવસ બાદ બસપા સુપ્રીમો માયાવતીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું. માયાવતીએ ભાજપ પર સરકારી તંત્રના દુરપયોગનો આક્ષેપ કરતાં કહ્યું કે ભાજપે સમાજવાદી પાર્ટી વચ્ચેના ગઠબંધનની સામે ષડયંત્ર કરીને વધારાનો ઉમેદવાર ઉતાર્યો. માયાવતીએ સ્પષ્ટ કર્યું કે ભાજપ બસપા ઉમેદવારને હરાવીને અમારી વચ્ચેની દોસ્તી પર કોઈ અસર પાડી શકી નથી. તેમણે કહ્યું કે ભાજપનો ઈરાદો કદી પણ સફળ નહીં થાય, બસપા-સપા દોસ્તી અણનમ રહેશે ભાજપે ૨૦૧૯ ના તેનું પરિણામ ભોગવવું પડશે. માયાવતીએ આગળ કહ્યું કે રાજ્યસભા ચૂંટણીની તૈયારીના સમયે બસપા અને સપાએ સાથે મળીને એક-એક ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી હતી. બન્ને દળો સાથે આવશે તેવું નક્કી થયું હતું આ ગઠબંધન કરવા પાછળનું અમારૂ ગણિત ધન્નોશેઠની ખરીદી-વેચાણ વાળી રાજનીતિનો ખાતમો કરવાનું હતું. અમે ઈચ્છતા હતા કે આ રીતે તાકાતનો દુરપયોગ ન કરવામાં આવે તેથી અમે એક એક ઉમેદવાર ઉતાર્યો હતો. તેમ છતાં પણ સરકારી મશિનરીનો દુરપયોગ કરવામાં આવ્યો. ભાજપે દરેક પ્રકારની યુક્તિ-પ્રયુક્તિ કરીને બસપા ઉમેદવારને હરાવવામાં પૂરી તાકાત ઝોંકી દીધી. અને કેન્દ્ર તથા રાજ્યે ભાજપની વિચારધારાને મજબૂત કરવા માટે એક ધન્નાશેઠને રાજ્યસભાની બેઠક પર ઉતારી દીધાં. આ દરમિયાન સરકાર દ્વારા આતંકનો માહોલ પેદા કરવામાં આવ્યો અને ધારાસભ્યોને ડરાવી-ધમકાવીને ક્રોસ વોટિંગ કરાવવામાં આવ્યું. માયાવતીએ કહ્યું કે ઘણા ધારાસભ્યોએ પોતાની જાતને બચાવવા ક્રોસ વોટિંગ કર્યું
બસપાએ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને મત આપનાર ધારાસભ્ય અનિલ કુમારને બરખાસ્ત કર્યાં
બસપાએ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને મત આપનાર ધારાસભ્ય અનિલ કુમારને બરખાસ્ત કરી દીધાં છે.અનિલ કુમારે ખુલ્લે આમ ભાજપના ઉમેદવારને વોટ આપવાનું જાહેર કર્યું હતું.મીડિયાને સંબોધિત કરતાં માયાવતીએ કહ્યું કે માયાવતીએ ભાજપ પર સરકારી તંત્રના દુરપયોગનો આક્ષેપ કરતાં કહ્યું કે ભાજપે સમાજવાદી પાર્ટી વચ્ચેના ગઠબંધનની સામે ષડયંત્ર કરીને વધારાનો ઉમેદવાર ઉતાર્યો. માયાવતીએ સ્પષ્ટ કર્યું કે ભાજપ બસપા ઉમેદવારને હરાવીને અમારી વચ્ચેની દોસ્તી પર કોઈ અસર પાડી શકી નથી.ભાજપની તરફેણમાં મતદાન કર્યા બાદ અનિલ કુમારે કહ્યું હતું કે હા, મે ક્રોસ વોટિંગ કર્યું છે. હું મહારાજ સાથે હતો. ભાજપના ઉમેદવાર અનિલ અગ્રવાલે બસપાના ભીમરાવ આંબેડકરને હાર આપી છે. ગુરુવારે રાતે બસપા ધારાસભ્ય અનિલ કુમારે યોગીના ડિનરમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે મને જે કરવુ ંયોગ્ય લાગ્યું તે કર્યું.
અખિલેશે માયાવતી સાથે સહાનુભૂતિ દાખવી જયા બચ્ચનની જીતની ઉજવણી રદ કરી
યુપીમાં બસપાની હાર બાદ માયાવતી સાથે સહાનુભૂતિ દાખવવાનો એક પ્રયાસ કરતાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવે માયાવતીના માનમાં તેમની પાર્ટીના ઉમેદવાર જયા બચ્ચનની જીતની ઉજવણી રદ કરી નાખી. સપાએ જયા બચ્ચનની પાર્ટી મુખ્યાલયમાં ઉજવણી કરવાની તૈયારી કરી હતી પરંતુ બસપા ઉમેદવાર ભીમરાવ આંબેડકરની હાર બાદ આ ઉજવણી રદ કરી નાખી. અખિલેશ યાદવ સહિત ઘણા સીનિયર નેતા ઉજવણીમાં ભાગ લેવાના હતા પરંતુ બસપા ઉમેદવારની હાર બાદ તેનો કોઈ અર્થ રહેતો નથી તેવું પાર્ટી પ્રવક્તા સુનિલ સિંહે કહ્યું. બસપા નેતા સતિષચંદ્ર મિશ્રાએ કહ્યું કે બસપાને સપા સાથે કોઈ ફરિયાદ નથી, તેમણે આક્ષેપ કર્યો કે યોગી સરકારે ધનબળનો ઉપયોગ કરીને આ બેઠક જીતી છે અને ધારાસભ્યોને ડરાવવા-ધમકાવવામાં આવ્યાં ફક્ત એક દલિતને હરાવવા માટે આ બધું કરવામાં આવ્યું.