અમદાવાદ,તા.૩
ગુજરાત સરકાર દ્વારા ગત રોજ ગુજરાત રાજય વકફ બોર્ડના નવા સભ્યોની નિમણૂકની જાહેરાત કરતા મુસ્લિમ સમાજમાં અસંતોષ ઉભો થયો છે અને નવી નિમણૂકો સામે પ્રશ્નો ઉભા કર્યા છે. એમ જણાવી ઉમરદરાઝ ચશ્માવાલાએ આક્ષેપ કર્યો છે કે વકફની ર૬ મિલકતોના ગેરકાયદે વેચાણના પ્રકરણમાં ટીકાને પાત્ર બનેલા સભ્યોને ૪૦ રાજય સરકાર દ્વારા નિમવામાં આવતા સરકારનું આ પગલું ઈરાદાપૂર્વકનું અને દોષિતોને પુરાવાઓના નાશ કરવાની સુવર્ણતક આપતું જણાઈ રહ્યું છે. ગુજરાત વકફ મોનીટરીંગ કમિટી દ્વારા વારંવાર રાજય સરકારને વકફની ચૂંટણી માટે રજૂઆતો કરેલ હોવા છતાં રાજય સરકાર દ્વારા તે બાબતે કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. અને રાજય સરકાર દ્વારા તમામે તમામ સભ્યોને ફરીથી રીપિટ કરી દેવામાં આવ્યા છે. અમુક સભ્યોને બાદ કરતા મોટાભાગના જુના સભ્યો જ છે. જેમની વિરૂધ્ધ વકફની ર૬ મિલકતોના ગેરકાયદે વેચાણ અંગેની જાહેર હીતની રિટ હાલમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ન્યાયની પ્રક્રિયામાં પડતર છે. આથી વકફ મોનિટરીંગ કમિટી સહમત નથી. આ જાહેરનામા સામે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયની દાદ માગવા આગળની કાર્યવાહી કરવામાં આવશે. વકફ કલમ ૧૪ મુજબ વકફ બોર્ડની બેડીના એક જોઈન્ટ સેક્રેટરી કક્ષાના અધિકારીનું હોવું જરૂરી, જે જગ્યાએ કોઈ નિમણૂક જ કરવામાં આવી નહીં. શિયા અને સુન્ની મઝહબના જાણકાર એક-એક વ્યકિતનું હોવું જરૂરી છે. શિયા સભ્ય તરીકે નિમણૂક મેળવેલ સજજાદ હીરા મઝહબી કાયદાના જાણકાર છે કે નહીં તે બાબત પણ સ્પષ્ટ નથી. તેમજ સુન્ની મઝહબના જાણકાર તરીકે કયાં સભ્યની નિમણૂક કરવામાં આવી છે તે પણ સમજાતું નથી કેમ કે બોર્ડના સભ્યોમાં સુન્નીપંથી મૌલાના કોઈ દેખાતા જ નથી. નવી નિમણૂકના પ્રસિધ્ધ થયેલ જાહેરનામામાં સરકાર તરફથી કઈ વ્યકિતની વકફ કલમ ૧૪ની કઈ જોગવાઈઓ મુજબ નિમણૂક કરેલ છે. તેવી પણ કોઈ સ્પષ્ટતા બતાવેલ નથી. ફકત ધારાસભ્ય અને સંસદ સભ્ય માટે જ ખબર પડી શકે છે. વકફ મોનિટરીંગ કમિટી દ્વારા જુના સભ્યોમાંથી કોઈને રિપીટ નહીં કરવાની પણ રાજય સરકારને વારંવાર રજૂઆતો કરવામાં આવેલ છે. જે લગત સરકાર તરફથી કોઈ સંતોષકારક કામગીરી કરવામાં આવેલ નથી. જો સરકાર જૂના સભ્યોને રિપીટ કરવા માગતી હતી તો પછી સરકારે બે વર્ષ કરતા વધુ સમય સુધી વકફ બોર્ડની જગ્યા કેમ ખાલી પડી રાખી ? રાજય સરકાર તરફથી ગુજરાત રાજય વકફ બોર્ડને કેમ આજદીન સુધી કોઈ ગ્રાન્ટ આપવામાં આવેલ નથી ? જે બાબતોનું રાજય સરકારે સંતોષકારક જવાબ આપવો જોઈએ અને વકફ બોર્ડની કરેલ નવી નિમણૂકને વકફના હિતમાં તાત્કાલિક અશરે રદ કરવી જોઈએ.
રાજ્ય સરકારે વકફની મિલકતોના વેચાણમાં ટીકાપાત્ર બનેલા મોટાભાગના સભ્યોને રિપીટ કર્યા

Recent Comments