(સંવાદદાતા દ્વારા) ડીસા, તા.૧૪
હાલમાં જ બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડીસા તાલુકાના આસેડા ગામમાં પ્રચાર કરવા આવેલા રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા સામે કેટલાક ગંભીર આક્ષેપો કર્યા હતા. અલ્પેશ ઠાકોર દ્વારા જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજર સામે દારૂબંધીને લઇ કરવામાં આવેલા આક્ષેપો તેમજ બેફામ વાણી વિલાસ બાદ બુધવારે જિલ્લા પોલીસ વડાએ ડીસાની બીજી એડિશનલ સિવિલ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ફ.ક.)કોર્ટમાં આઈપીસી કલમ ૫૦૦ મુજબ ફરિયાદ નોંધાવી છે.
શું થઈ શકે ?
આ સમગ્ર ઘટના અંગે કાયદા નિષ્ણાંતોના જણાવ્યા મુજબ બદનક્ષીનો કેસ બે પ્રકારે હોય છે. એકમાં વ્યક્તિ વળતર માટે માનહાનીનો દાવો કરે છે જ્યારે બીજામાં બદનક્ષી કરનારને સજા અપાવવા માટે લડત હોય છે. આ કેસમાં વળતરનો કોઈ સવાલ ઊભો થતો નથી. આથી જ્યુડિ. મેજિસ્ટ્રેટ સીઆરપીસી ૨૦૨ મુજબ ઇન્કવાયરી કે કલમ ૧૫૬(૩) મુજબ ફરિયાદ મામલે હુકમ કરી શકે છે.
શું બોલ્યા હતા અલ્પેશ ઠાકોર ?
જાહેરસભામાં અલ્પેશ ઠાકોરે દારૂબંધીની વિશે બોલતાં જણાવ્યું હતું કે, હું દારૂબંધી કરાવવા તમારી વચ્ચે આવ્યો છું. સાંભળ્યું છે કે, તમારો ડીએસપી બહુ હપ્તા લે છે. એને એમ કહો કે, બાપ બીજા નહીં આવે પણ સવાયો બાપ આવ્યો છે. હું તેના પણ છોતરા કાઢીશ. મને એમ હતું કે, આ બહુ ઈમાનદાર છે પણ મારો બેટો ભોળો ચહેરો કરી મહિને ૪૨ લાખનો હપ્તો લે છે. બુટલેગરો જોડે. હું બડગુજરના નામજોગ કહું છું કે, ડીએસપીને કહેજો કે પપ્પા આવ્યા હતા અને ધંધો બંધ કરાવવાનું કહીને ગયા છે. નહીંતર પપ્પા છોડશે નહીંને સોટી લઈને આવશે. ઈમાનદારીથી નોકરી કરો.
રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે બનાસકાંઠા એસપીએ ફરિયાદ નોંધાવી

Recent Comments