પાટણ, તા.રપ
રાધનપુર ખાતે નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થકી જરૂરિયાતમંદોને ઉપયોગી બનતી મોહસિ ને આઝમ મિશન રાધનપુર તરફથી સમૂહખત્ના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોને રમકડા પણ વિતરણ કરવામાં આવ્યા હતા. કેમ્પમાં ખલિફા એ હુઝુર શૈખુલ ઈસ્લામ મૌલાના અફઝલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ડોકટર અબ્દુલ્લાહ જી.ગોધરાવાલાએ ટીમ સાથે સેવાઓ આપી હતી.
આ પ્રસંગે પ્રમુખ ઈમરાનખાન, હમીદખાન, જાવીદભાઈ મલેક સાદીકભાઈ ચૌહા ણ, ફીરોજ પઠાણ, મોહમ્મદભાઈ નગોરી તેમજ મિશનના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.