(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
રાજી મુખરજીને શ્રીદેવીના મૃત્યુથી ખૂબ જ આઘાત લાગ્યો છે. દુબઈ જતાં પહેલાં શ્રીદેવીએ રાનીની આવનારી ફિલ્મ ‘હિચકી’ જોવા માટે ખૂબ જ ઉત્સુકતા દર્શાવી હતી. જો કે, રાનીની આ ફિલ્મ હજુ બની રહી છે અને રાનીએ શ્રીદેવીને ખાતરી આપી હતી કે તે તેમને તેની આ ફિલ્મ જરૂરથી બતાવશે. રાનીએ કહ્યું કે જ્યારે મેં તેમના મૃત્યુના સમાચાર વાંચ્યા ત્યારે મને ખૂબ જ આઘાત લાગ્યો. મને હજુપણ વિશ્વાસ થતો નથી કે તેણીની હવે આપણી વચ્ચે નથી. તેમના વિશે આપણે ભૂતકાળમાં વાત કરવી પડશે. તેવું મેં કયારેય વિચાર્યું નહોતું. તેમનો પ્રેમ મારા માટે અમુલ્ય છે અને તેથી જ તેમના મૃત્યુથી મને એવું લાગે છે કે મેં એક માર્ગદર્શકને મારા જીવનમાંથી ગુમાવી દીધા. તેણીની વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે મારા માટે પ્રેરણાસ્ત્રોત હતા. રાનીએ કહ્યું કે, શ્રીદેવી મારા કાકા સોમુ મુખરજીના પ્રોડકશન હેઠળ એક ફિલ્મમાં કામ કરી રહ્યા હતા ત્યારે હું શાળાના ગણવેશમાં તેમનું શુટીંગ જોવા જતી હતી. તેઓ મને બાળપણથી ઓળખતા હતા અને તેઓ મને પ્રેમથી ‘લડ્ડુ’ કહીને બોલાવતા હતા. તેઓ મને દરેક વખતે ‘અરે માય લડ્ડુ’ કહીને બોલાવતા હતા. મને તેમના આ પ્રેમાળ શબ્દો ખૂબ જ યાદ આવશે. તેમણે દુબઈ જતાં પહેલાં પણ મારી આવનારી ફિલ્મ જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.