(એજન્સી) નવી દિલ્હી, તા.૬
ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલ રાફેલ સોદા મુદ્દે તમામ આરોપોને ફગાવતા ભારતીય વાયુ સેનાના ડેપ્યુટી ચીફએર માર્શલ રઘુનાથ નમબાયરે ગુરૂવારે કહ્યું કે, જે આરોપો મૂકવામાં આવી રહ્યા છે તે તથ્યો સાથે મેળ ખાતા નથી. નવી દિલ્હીમાં એક આંતરરાષ્ટ્રીય પરિષદના ભાગરૂપે પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ ૩૬ રાફેલ જેટની રૂા.પ૮,૦૦૦ કરોડના સોદા મુદ્દે મૂકેલ આરોપો અંગે પ્રશ્નોના જવાબ આવતા તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે આ સોદા મુદ્દે તેની કિંમત સહિત ઘણા પ્રશ્નો કર્યા છે પરંતુ સરકારે કોઈ આંકડા જાહેર કર્યા જ નથી. કારણ કે ર૦૦૮માં ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલ કરાર તેની મંજૂરી નથી આપતો. નમબાયરે કહ્યું કે, જેઓ આંકડાઓ સાથે આરોપ મૂકી રહ્યા છે. મને લાગે છે કે તેમને ખોટી જાણકારી છે અને તેઓ એ તથ્યોથી અજાણ છે જેને અમે ભારતીય વાયુસેનાના હોદ્દેદારો જાણીએ છે. હું કહી શકું એ ર૦૦૮માં નક્કી કરવામાં આવેલ કિંમતથી ઓછી કિંમતે આ રાફેલ સોદો કરવામાં આવ્યો છે. ભારતે ફ્રાંસ સાથે ર૦૧૬માં કરેલ ૩૬ રાફેલ લડાકુ વિમાનોના સોદા મુજબ સપ્ટેમ્બર ર૦૧૯થી વિમાનોની આયાત શરૂ કરાશે.
રાફેલ સોદા મુદ્દે આરોપો તથ્યો સાથે મેળ ખાતા નથી : આઈએએફ ડેપ્યુટી ચીફ

Recent Comments