(એજન્સી) ચેન્નાઈ, તા.ર૬
વિવાદિત યોગગુરૂ અને જાતે પોતાને બાબા જાહેર કરનાર બાબા રામદેવે પોતાની સાથે વેદાન્તા મ.પ્ર.ની કંપનીના ચેરમેન અનિલ અગ્રવાલ સાથેના ફોટા શેર કરી એમની અતિશય પ્રશંસા કરી હતી. એમની સ્ટર્લાઈટ કંપનીનો વિરોધ તામિલનાડુમાં થયો હતો અને વિરોધ હિંસક બન્યું હતું જેમાં ૧૩ વ્યક્તિઓના મોત થયા હતા. રામદેવે આ વિરોધ પ્રદર્શનને આંતરરાષ્ટ્રીય કાવતરાનો ભાગ ગણાવ્યો હતો. જેમાં સ્થાનિક લોકોનો ઉપયોગ કરાયો હતો. રામદેવે અગ્રવાલની પ્રશંસા કરી એમણે આપેલ યોગદાનની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે એમના પ્લાન્ટો બંધ નહીં કરાવવા જોઈએ. રામદેવની આ સલાહથી તામિલવાસીઓ ખૂબ જ રોષે ભરાયા છે જેના પ્રતિભાવો એમણે સોશિયલ મીડિયામાં આપ્યા છે. એમને કહેવાયું છે કે જો તમને આટલો બધો પ્રેમ વેદાન્તા સાથે ઉભરાયો હોય તો તમારા રાજ્યમાં એમને પ્લાન્ટ નાંખવાનું કહો. અમને નથી જોઈતા ગુજરાત અને કેરળમાં કેમ એની મંજૂરી અપાઈ ન હતી. મહારાષ્ટ્રમાં પણ એ ૧૯૯૩ના વર્ષમાં બંધ કરાયું હતું. તમે પતંજલિ પાર્કમાં વેદાન્તાનો પ્લાન્ટ લગાવો. તમે તામિલનાડુ બાબતે કહેવાવાળા કોણ છો અમને તમારી સલાહની જરૂર નથી. અન્ય લોકોએ રામદેવને ધમકી આપી હતી કે અમે પતંજલિના ઉત્પાદકોનો તામિલનાડુમાં બહિષ્કાર કરીશું તમે અમને સમર્થન આપવાના બદલે વેદાન્તાનો સમર્થન કરો છો જેમણે અમારા જીવનને નરક બનાવ્યા છે.