(એજન્સી) કલકાતા,તા.૩૧
પશ્ચિમ બંગાળના બે જિલ્લાઓ રાનીગંજ અને આસનસોલમાં ભડકી ઉઠેલી સાંપ્રદાયિક હિંસામાં અત્યાર સુધીમાં ચાર લોકોનાં મોત નીપજયા છે. સમાજમાં બગડેલા ધાર્મિક સૌહાર્દને પુનઃ સ્થાપિત કરવા માટે બંને સમુદાયના સ્થાનિક લોકોએ એક ઉદાહરણ રજૂ કર્યું છે. રાનીગંજ અને આસનસોલમાં જુદા જુદા ધર્મોના લોકોએ શુક્રવારે એક બીજાને રાખડીઓ બાંધી સૂત્રોના જણાવ્યા અનુસાર બાંગ્લા સાંસ્કૃતિક મંચ નામની સંસ્થાએ શુક્રવારે કોલકાતાના એકેડેમી ઓફ ફાઈન આર્ટસની બહાર એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં જુદા જુદા ધર્મો સાથે સંબંધ રાખનારા લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. કાર્યક્રમમાં સામેલ થયેલ હિન્દુ અને મુસ્લિમોએ એક બીજાને રાખડી બાંધી તોફાની તત્વોને સંદેશ આપ્યો કે રમખાણો અમારી સંસ્કૃતિ નથી. આ રવિન્દ્રનાથ ટાગોર અને નજરૂલ ઈસ્લામની ધરતી છે, જેમણે અમને ધાર્મિક સદભાવ શીખવાડયો છે.