(એજન્સી) હૈદરાબાદ, તા.૨૬
૨૫મી માર્ચની રાતે નીકળેલા રામ નવમીના સરઘસ દરમિયાન મસ્જિદ પર પથ્થરમારાને પગલે નિર્મલ શહેરમાં તંગદિલી ફેલાઇ હતી. અહેવાલો અનુસાર જ્યારે સરઘસ ગુલઝાર મસ્જિદની શાકભાજી માર્કેટ પહોંચ્યું ત્યારે એવું કહેવામાં આવ્યું કે, અસામાજિક તત્વો દ્વારા મસ્જિદ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે જેના કારણે મસ્જિદના બારીના કાચ તૂટી ગયા હતા. આ સમાચાર સાંભળતા જ મુસ્લિમ યુવાનોના ટોળા મસ્જિદ તરફ ધસી આવ્યા હતા અને તેમણે પણ અસામાજિક તત્વો તરફ પથ્થરમારો શરૃ કરી દીધો હતો. દરમિયાન પોલીસેે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ , ટીયરગેસના શેલનો મારો કર્યો ત્યારે અધિક એસપી દક્ષિણમૂર્તિ ઘાયલ થયા હતા. પોલીસના આ પગલાથી નિર્મલના રહેવાસીઓ ફફડી ગયા હતા જ્યારે પોલીસે વધુ કુમક બોલાવી લીધી હતી. જિલ્લા એસપી વારિયર પણ મોડી રાતે મસ્જિદ નજીક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે સ્થાનિકોને આશ્વાસન આપ્યું હતું કે, અરાજક તત્વો વિરૂદ્ધ આકરા પગલાં લેવાશે. દરમિયાન પોલીસે પેટ્રોલિંગ વધારી દીધી હતી.
રામ નવમી સરઘસ દરમિયાન મસ્જિદ પર પથ્થરમારો થતા નિર્મલમાં તંગદિલી, પોલીસે લાઠીચાર્જ કર્યો

Recent Comments