નવી દિલ્હી, તા.ર૩
વિશ્વકપ ર૦૧૯ માટે જ્યારે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ હતી ત્યારથી લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા બાદ પણ અંબાતી રાયડુ ચર્ચામાં છે. હવે પૂર્વ કપ્તાન મો.અઝહરૂદ્દીન રાયડુના સમર્થનમાં ઉતર્યા છે. રાયડુના સ્ટેન્ડબાયના લિસ્ટમાં સામેલ હોવા છતાં વિશ્વકપ ટીમમાં નહીં મોકલવા મુદ્દે અઝહરૂદ્દીને કહ્યું કે જ્યારે કોઈ ખેલાડી સ્ટેન્ડબાય હોય છે તો જો વિકલ્પની જરૂર છે તો મને લાગે છે કે તેની જ પસંદગી થવી જોઈએ. તેમણે કહ્યું જો તમે પસંદગીકાર છો તો તમે કપ્તાન અને કોચના આગ્રહને નકારી શકો છો. તમે કહી શકો છો કે નહીં અમે આ ખેલાડીને મોકલીશું જ્યારે હું કપ્તાન હતો ત્યારે અમુક ખેલાડીઓને ટીમમાં ઈચ્છતો હતો પણ પસંદગીકારોએ ઈન્કાર કરી દીધો. આવું થાય છે.