ખેડૂત આંદોલનના મુદ્દા પર ગુરૂવારના રોજ રાહુલ ગાંધીના નેતૃત્વમાં રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી રહેલા કોંગ્રેસ નેતાઓની માર્ચને દિલ્હી પોલીસ દ્વારા રોકી દેવાઈ જ્યાં પ્રિયંકા ગાંધીની આ દરમિયાન અટકાયત કરાઇ હતી. ત્યારબાદ થોડીવારમાં છોડી દેવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી કોંગ્રેસ સાંસદોની સાથે કિસાન આંદોલનના મુદ્દાનો ઉકેલ નીકાળવાની માંગણી સાથે રાષ્ટ્રપતિને આવેદન સોંપવા જઇ રહ્યા હતા. કેન્દ્રના કાયદાની વિરૂદ્ધ લગભગ એક મહિનાથી હજારોની સંખ્યામાં ખેડૂત દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસે કહ્યું કે રાહુલ જે મેમોરેન્ડમ રાષ્ટ્રપતિને આપી રહ્યા છે તેના પર લગભગ બે કરોડ હસ્તાક્ષર છે. આ મેમોરેન્ડમમાં રાષ્ટ્રપતિને ખેડૂતોના મુદ્દા પર દખલ કરવાની માંગણી કરી છે. રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા અને બીજા વરિષ્ઠ નેતા પણ હતા.
કેન્દ્રનો ‘અહંકાર’ પડી ભાંગ્યો, રાજ્યપાલે કેરળ વિધાનસભા નહીં મળવા દીધા બાદ પિનરાઇ બોલ્યા
કેરળના મુખ્યમંત્રી પિનરઇ વિજયન, વિપક્ષના નેતા રમેશ ચેન્નીથાલા અને કેટલાક અન્ય નેતાઓએ વિશેષ સત્ર માટે રાજ્ય વિધાનસભા બોલાવવાની મંજૂરી ના આપતાં રાજ્યપાલ આરિફ મોહંમદ ખાનની ટીકા કરી હતી. કેન્દ્ર દ્વારા તાજેતરમાં લાગુ કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ઠરાવ પસાર કરવા માટે ચર્ચા કરવા બોલાવાયેલા વિશેષ સત્રને રાજ્યપાલ ખાને મંજૂરી ના આપી. રાજ્યપાલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ૧૫ દિવસની નોટિસ પહેલાં સત્ર બોલાવવાની મંજૂરી નહીં આપવાની દલીલ કરી હતી. આ નિર્ણય બાદ સત્તાધારી અને વિપક્ષોએ રાજ્યપાલ ખાનની ટીકા કરી ઘેરાવ અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં રાજ્યપાલને લખેલા પત્રમાં વિજયને કહ્યું કે, તેમનો નિર્ણય બંધારણ વિરૂદ્ધ છે તે સુપ્રીમ કોર્ટના નિર્ણય અને લોકશાહી પરંપરા વિરૂદ્ધ પણ છે.
Recent Comments