નવી દિલ્હી,તા.૨
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારના મંત્રીઓ માટે એવુ ફરમાન બહાર પાડ્યુ છે કે, તમામ મંત્રીઓ ટેન્શનમાં છે.
રાહુલ ગાંધીએ મંત્રીઓને કહ્યુ છે કે, જે મંત્રીઓના વિસ્તારમાં કોંગ્રેસનો ઉમેદવાર નહી જીતે તેમને મંત્રીપદથી હાથ ધોવા પડી શકે છે.
ધારાસભ્યોને પણ સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે, જો મંત્રી બનવુ હશે તો પહેલા પોતાના મત વિસ્તારમાં લોકસભાના કોંગ્રેસી ઉમેદવારને જીતાડવો પડશે.
કોંગ્રેસના આગેવાનનુ કહેવુ છે કે, મંત્રીઓને જીતનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.રાહુલ ગાંધીએ આ બાબતમાં બહુ સ્પષ્ટ નિર્દેશો આપી દીધા છે.
એ પછી હવે રાજસ્થાન સરકારના મંત્રીઓ મેદાનમાં આવી ગયા છે.હવે દરેક મંત્રી પોતાના મત વિસ્તારના ઉમેદવારને જીતાડવા માટેની કવાયતમાં છે.જેથી ખુરસી સલામત રહે.મંત્રી બનવા ઈચ્છુક ધારાસભ્યો પણ પ્રચારના મેદાનમાં દેખાઈ રહ્યા છે. જેમને બીજા વિસ્તારના પ્રભારી બનાવાયા છે તેવા મંત્રીઓનુ ટેન્શન ડબલ થઈ ગયુ છે.તેમને પોતાના મત વિસ્તારમાં અને સાથે સાથે જે વિસ્તારનો ચાર્જ મળ્યો છે તે વિસ્તારમાં પણ ઉમેદવારને સરસાઈ અપાવવાની છે.