(એજન્સી) તા.૧૧
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પાર્ટીના સંગઠનને ફરીથી મજબૂત બનાવવાની વાત કરતાં શનિવારે કહ્યું કે રાહુલ ગાંધીથી આગ્રહ કર્યો કે તેઓ ફરીથી પાર્ટીની કમાન સંભાળી લે. આ સાથે જ સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીને લઈને નરમ વલણ દાખવનારા કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું હતું અને સવાલ કર્યો હતો કે જે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના આક્રમક વલણનું સમર્થન નથી કરી શકતા, તેઓ પાર્ટીમાં કેમ રહ્યા છે. ? તેમણે પ્રધાનમંત્રી પર થતા સવાલો સામે નરમ વલણ રાખનારા કેટલાક કોંગ્રેસી નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસમાં કોણ લોકો છે જે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીને લઈને નરમ રહેવાની પેરવી કરે છે. તેમની પાસે આ સાહસ હોવું જોઈએ કે તે પાર્ટીની અંદર અથવા સાર્વજનિક રીતે પોતાની વાત રાખે. સિંહે કહ્યું કે હું પર્સનલી રીતે રાહુલ ગાંધી અને પ્રિયંકાજીના આક્રમક રુખનું સમર્થન કરું છું. તેઓ ભારત અને ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રિય હિતના મુદ્દાઓને ઉઠાવી રહ્યા છે. જો કોંગ્રેસમાં કેટલાક નેતાઓ આ બાબતની સરાહના નથી કરતા તો પછી તેઓ કોંગ્રેસમાં કેમ છે ? દિગ્વિજય સિંહે કહ્યું, હું ચિદંબરમની સરાહના કરું છું કે ખોટા આરોપમાં જેલમાં ગયા પછી પણ તે ઝૂક્યા નથી. સિંહ મુજબ કોંગ્રેસ નેતૃત્ત્વએ સંગઠનના નિર્માણની ચેલેન્જ હાથમાં લેવી જોઈએ. આપણે રાહુલ ગાંધી અને પ્રિયંકાના બહુઆયામી નેતૃત્વની જરૂરિયાત છે. સિંહે કહ્યું મને ભરોસો છે કે બંનેમાં આ દમ અને સાહસ છે કે તેઓ મોદી શાહની જોડીનો મુકાબલો કરી શકે છે. દિગ્વિજય સિંહે કહ્યું કે જો આ ખોટી ધારણા છે કે પીએમ મોદી અને અમિતશાહ ઈડી, આયકર અને સીબીઆઈ દ્વારા ગાંધી – નહેરુ પરિવારને ડરાવી ધમકાવી શકે છે. આ પરિવાર અંગ્રેજોથી નિડર થઈને લડ્યો છે. અને વર્ષો સુધી જેલમાં પણ રહ્યા છે. આ લોકો બહાદુર છે. એટલા માટે મોદી શાહજી કોઈ ભ્રમમાં ના રહેતા. કોંગ્રેસના પૂર્વ મહાસચિવે કહ્યું કે રાહુલ ગાંધીજી આપ પાર્ટીનું નેતૃત્વ કરો. આખી કોંગ્રેસ પાર્ટી નૌજવાનથી લઈને વૃદ્ધ બધા તમારી સાથે ઊભા છે. તમે લોકો જે ઈચ્છશો તે માટે કુરબાની દેવા તૈયાર છે.