(એજન્સી) તા.૧પ
કોવિડ-૧૯ના રોગચાળો દિવસેને દિવસે તેનો ભરડો વધારી રહ્યો છે અને સ્થિતિ અંકુશ બહાર જઇ રહી છે. ત્યારે જે લોકોએ પોતાના સર્વોચ્ચ નેતા સમક્ષ ગત માર્ચમાં રાહુલ ગાંધીની મશ્કરી હતી એ જ લોકો આજે ઘેરી ચિંતામાં ડૂબી ગયા છે. રાહુલ ગાંધીની સલાહની અવગણના કરવા બદલ સર્વોચ્ચ નેતા ઉપર કોણ દોષારોપણ કરી શકે ? સ્વાભાવિક છે કે, કોઇપણ વાંક-ગુના માટે ઇશ્વરને કોણ દોષ દઈ શકે ? ઉલ્ટાનો તેઓનો ગુસ્સો હવે અમલદારો ઉપર ઉતરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમલદારો ઉપર ગુસ્સો કરવાની પ્રથા ૨૦૧૪માં જ કેન્દ્ર સરકારનો આશ્રય મેળવનારા કેટલાક બૌદ્ધિકો, પત્રકારો અને અર્થશાસ્ત્રીઓ દ્વારા શરૂ થઇ ગઈ હતી. એવી એક અતિ સુક્ષ્મ વિગત હતી જે તેઓ દ્વારા ખૂબ જ સુગમતાથી ભૂલાઇ ગઈ હતી અને તે એ વિગત હતી કે, તેઓની ઈચ્છાથી જ અત્યંત સક્ષમ એવા અમલદારોને સત્તાના મહત્ત્વના પદો પરથી દૂર કરાયા હતા અને અત્યંત મુર્ખ અને ડફોળ એવી સંસ્થામાંથી તેઓના પસંદગીના અમલદારોને સત્તામાં ગોઠવી દેવામાં આવ્યા હતા.
ફક્ત ચાર કલાકના ટૂંકા સમયની અવધિ આપીને દેશવ્યાપી લોકડાઉન કરવું, થાળી વગાડવી, દિવા પ્રગટાવવા, ફૂલોની પાંખડીઓ વરસાવવી અને ગંગાજળ કોવિડ-૧૯ની સારવારમાં શ્રેષ્ઠતમ ઔષધ છે કે, નહીં તે પૂરવાર કરવા નાણાંનો વ્યય કરવા છતાં કોવિડ-૧૯ના અસરકારક ઉપચારનો હજુ સુધી કોઇ ઉપાય મળ્યો નથી. તદ્ઉપરાંત તેમને તો હજુ અન્ય દેશોના નેતાઓને હાથ-મોજાં, દવાઓ મોકલાવીને બીજા દેશોના કોરોના સામેના જંગમાં વધુ રસ પડતો હોય તેમ જણાય છે.
વિશ્વના કેટલાક દેશોના નેતાઓએ તે સર્વોચ્ચ નેતાની પ્રસંશા કરતી ટિ્વટ કરી તેનાથી ખુશ થઈ જઈને તેમણે એમ વિચાર્યું હતું કે, આપણું મૃત્યુ થઇ જશે તે બાબત આપણે સરળતાથી વિસરી જઇશું. હવે તો મને શંકા થવા લાગી છે કે, તેમનું નવું ઊભું કરાયેલું રહસ્યમયી ભંડોળ પણ કદાચ અન્ય દેશોના કોરોના સામેના જંગમાં જ વપરાશે. અલબત્ત આપણા માટે તો તે ભંડોળનો ઉપયોગ નહીં જ થાય કેમ કે આજદિન સુધી આપણને એક રાતી પાઈ પણ નથી.
રાહુલ ગાંધીએ આર્થિક સુનામી આવશે એવી ચેતવણી ઉચ્ચારી હતી પરંતુ કેન્દ્રએ તેમની મજાક ઉડાવી હતી

Recent Comments