ભરૂચ, તા.૧
યુપીના હાથરસમાં દલિત યુવતી ઉપર પાશવી બળાત્કાર તેમજ હત્યાના ચકચારી બનાવમાં યુપી પોલીસ તેમજ સરકારની નિષ્ફળતા અંગે આજરોજ કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીની યુપી પોલીસ દ્વારા અટકાયત કરવાના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કરી કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો હતો
યુપીના હાથરસમાં નરાધમ તત્વો દ્વારા દલિત સમાજની યુવતી ઉપર પાશવી બળાત્કાર ગુજારી તેની નિર્મમ હત્યા કરવાના બનાવમાં તેમજ યુપી પોલીસ દ્વારા રાજ્ય સરકારના ઈશારે દલિત યુવતીના મૃતદેહને પણ તેના પરિવારજનોને નહીં સોંપી રાતોરાત યુવતીના મૃતદેહને અગ્નિસંસ્કાર કરી તેના પરિવારજનોને બંધક બનાવી અમાનવીય વર્તન કરવાના ચકચારી બનાવમાં આજરોજ કોંગ્રેસના કેન્દ્રીય નેતા રાહુલ ગાંધી પીડિત યુવતીના પરિવારજનોને સંતોના પાઠવવા યુપી જતા હોય દરમિયાન યુપી પોલીસ દ્વારા કોઈ પણ યોગ્ય કારણ વિના રાહુલ ગાંધીની ધરપકડ કરાતા દેશભરમાં વિરોધનો વંટોળ વ્યાપી જવા પામ્યો છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, પ્રવક્તા નાજુભાઈ ફડવાલા, મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી, શહેર કોંગ્રેસ પ્રમુખ વિકીભાઈ સોખી, હેમેન્દ્રભાઈ કોઠીવાલા, કોર્પોરેટર સલીમભાઈ અમદાવાદી, જુબેરભાઈ પટેલ સહિત કોંગ્રેસી આગેવાનો દ્વારા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કરી ભારે સૂત્રોચ્ચાર વચ્ચે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
Recent Comments