અમદાવાદ,તા.૭
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે સુરતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. જીએસટીને લઈ સુરતના કાપડના વેપારીઓમાં જબરદસ્ત અસંતોષ છે. આથી આ વેપારીઓની વ્યથા સાંભળવા તેઓ સવારે ૧૦ઃ૩૦ વાગ્યે સુરત આવી પહોંચશે અને રાત્રે ૭ઃ૦૦ વાગ્યે નોટબંધીની પ્રથમ વરસી નિમિત્તે યોજાનાર કાળા દિવસના કાર્યક્રમમાં ભાગ લઈ દિલ્હી જવા રવાના થશે.
રાહુલ ગાંધી સવારે ૧૦ઃ૩૦ વાગ્યે સુરત એરપોર્ટ આવી પહોંચશે દિવસ દરમ્યાન તેઓ ઔદ્યોગિક પ્રતિનિધિઓ સાથે અને કામદારો સાથે મીટિંગ કરશે જેમાં પાવરલૂમ ઈન્ડસ્ટ્રીઝ, ડાઈંગ અને પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીઝ, એમ્બ્રોઈડરી યુનિટ મહિલા વર્કરો કાપડના હોલસેલરો વગેરે સાથે સંકળાયેલા વેપારીએ અને કામદારોની મળશે. સાંજે પઃ૩૦ કલાકે અડાજણ ગજા સંજીવકુમાર ઓડિટોરિયમમાં વેપારીઓ સાથે સંવાદ કરશે અને રાત્રે ૭ વાગ્યે ચોકબજાર વિવેકાનંદની પ્રતિમા પાસે ૮ નવેમ્બર કાળો દિવસ તરીકે યોજાનારા કેન્ડલલાઈટ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે.