(એજન્સી) નવી દિલ્હી, તા.૫
ભારતીય જનતા પાર્ટીનાં સોશિયલ મીડિયા પ્રમુખ અમિત માલવીયાનાં એક ટિ્‌વટ પર ટિ્‌વટરે મેન્યુપ્લેટેડ મીડિયાનો લેબલ લગાવી દીધો છે જેમાં વીડિયો સાથે છેડછાડ કરીને તેને પોસ્ટ કરવામાં આવી છે. ૨૮ નવેમ્બરના રોજ, અમિત માલવીયાએ હકીકત તપાસ ટ્‌વીટ કરી હતી અને એક વૃદ્ધ ખેડૂતની તસવીર શેર કરી હતી,જે ખેડૂત આંદોલન દરમિયાન લેવામાં આવી હતી અને એકદમ વાયરલ થઈ રહી હતી. હરિયાણાના ખેડુતો પર પોલીસ લાઠીચાર્જના આ ફોટામાં, એક પોલીસ કર્મચારી આ વૃદ્ધ ખેડૂત પર લાકડીઓ ઉપાડેલો જોવા મળ્યો હતો.
આ તસવીર રાહુલ ગાંધીએ શેર કરી હતી, જેના પર માલવિયાએ ’પ્રચાર પ્રસ્તાવના વાસ્તવિકતા’ નામનો એક વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે ’રાહુલ ગાંધી લાંબા સમય પછી વિપક્ષના સૌથી મોટા નેતા છે.’ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પોલીસકર્મીએ તેની લાકડી ઉગામી રહી છે પણ તે ખેડૂત પર પડી નથી રહી.
ફેક્ટ ચેક વેબસાઈટ ઑલ્ટ ન્યુઝએ આ ઘટનાનો એક લાંબો વિડીયો શેર કર્યો જેમાં બતાવવામાં આવ્યુ છે કે, પોલીસ ખેડૂતો પર લાઠીચાર્જ કરી રહી છે. અને સાથે એનડીટીવીએ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરેલા ફોટોના ખેડૂત સાથે વાતચીત કરી આની પૃષ્ટિ કરી છે. ફોટામાં દેખાતા ૬૦ વર્ષીય સુખદેવ સિંહનુ કહેવુ છે કે, તેઓને ઘણી જગ્યાઓ પર ડંડા મારવામાં આવ્યા છે અને શુક્રવારે પોલીસે સિંધુ સરહદે તેઓને ઢોરમાર માર્યો છે. તેઓએ પહેલાં વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો અને ત્યાર બાદ ડંડાઓ લઈ અમારી પર તૂટી પડ્યા હતા. મારા આખા શરીર પર ડંડાઓના ઘા છે. સુખદેવ સિંહે તેમના હાથ પર કાળા નિશાન બતાવતા કહ્યુ.