(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
ઈઝરાઈલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ભારતની મુલાકાતે આવ્યાં છે. પીએમ મોદીએ પ્રોટોકોલ તોડીને તેમનું સ્વાગત કર્યું હતું જોકે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બેન્જામિન નેતાન્યાહૂને મળવાનો ઈન્કાર કરી દીધો હતો તેનું સાચું કારણ હવે જાણવા મળ્યું છે વાત એેમ છે કે ઈઝરાઈલે તેમના પરદાદા અને ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ સાથે જે બીબી જુઠાણું આચર્યું હતું તેને કારણે રાહુલ ગાંધીએ બેન્જામિન નેતાન્યાહૂને મળવાનો ઈન્કાર કરી દીધો હતો. ભારતે ૧૯૫૦ ની સાલમાં ઈઝરાઈલનો સ્વીકાર કર્યો પરંતુ તેની સાથે રાજદ્વારી સંબંધો રાખવાનો ઈન્કાર કરી દીધો હતો. નહેરૂ એક રાષ્ટ્રની તરફેણમાં હતા, તેઓ ઈચ્છતા હતા કે યહૂદીઓ અને આરબ એકસાથે રહે તથા બન્નેને સમાન અધિકાર મળે. જોકે ઈઝરાઈલના અસ્તિત્વ સાથે જ ભારતે ઈઝરાઈલની સાથે પેલેસ્ટાઈનની રચના કરવાના યુએન યોજનાનો સાથ આપવાનું શરૂ કર્યું હતું. ૧૯૬૦ માં તત્કાલિન વડાપ્રધાન નહેરૂએ ગાઝામાં ભારતીય અને યુએન સૈનિકોની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત બાદ બૈરૂત જવા માટે તેમણે યુએન વિમાનનો સહારો લીધો હતો. નહેરૂના વિમાને ઉડાણ ભરી કે તરત જ બે ઈઝરાઈલી વિમાનો તેની સામે થયાં અને યુએન વિમાનની સામે આક્રમણકારી યુક્તિઓ કરવા લાગ્યાં હતા. ૧ ઓગસ્ટ ૧૯૬૦ ના દિવસે જે કંઈ પણ બન્યું હતું તેની જાણ નહેરૂએ ભારતીય સંસદને કરી હતી. નહેરૂએ કહ્યું હતું કે ઈઝરાઈલનું આ પગલું અયોગ્ય હતું અને મારી ગાઝાની મુલાકાત વિશે ઈઝરાઈલી સત્તાવાળાઓને જાણ હતી. ઈઝરાઈલે અમેરિકી વિમાન પર હુમલાનું વળતર તો ચુકવ્યું હતું પરંતુ જવાહરલાલ નહેરૂની હત્યાનો પ્રયાસ કરવા બદલ હજુ સુધી કોઈ માફી માંગી નથી.