(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૬
શહેરના અમરોલી-કોસાડ એસએમસી આવાસ બિલ્ડિંગના પાકિંગમાં બિલ્ડિંગમાં દાદાગીરી કરતા એક યુવકને ઠપકો આપવા જતા ઉશ્કેરાઈ ગયેલા અજ્જુ કલીમ શેખે રિક્ષા ચાલક અને તેની પત્ની પર ચાકુ વડે હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહોચાડી ફરાર થઇ ગયો હોવાનો બનાવ અમરોલી પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે આઈપીસી-૩૨૪ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમરોલી કોસાડ એસએમસી આવાસમાં બિલ્ડિંગ ખાતે જલીલ અબ્દુલ શેખ રહે છે. તેઓ ઓટોરિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ બિલ્ડિંગમાં અજ્જુ કલીમ શેખ રહે છે. તેઓ ફોન પર ગમે તેમ ગાળો બોલતા હતા. બિલ્ડિંગના લોકો તેને ગમે તેમ વાતો કરવાની ના પાડતા અજ્જુ શેખ તેઓ સાથે દાદાગીરી પણ કરતો હતો. ગતરોજ જલીલ શેખ તુ કેમ બિલ્ડિંગના બધા લોકો સાથે દાદાગીરી કરે છે? તેમ કહેતા ઉશ્કેરાઈ જઇ અજ્જુ શેખ જલીલ શેખ તેની પત્ની શમીના તથા તેમના ભાણી નાઝીમ પર ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઇ ગયો હતો. અમરોલી પોલીસ ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.