(એજન્સી) દહેરાદૂન, તા.ર
ઉત્તરાખંડ લોકસેવા આયોગે રાજ્ય ન્યાયિક સેવા સિવિલ જજના પરિણામ જાહેર કર્યા છે. પ્રથમ ત્રણ સ્થાનો પર દીકરીઓએ કબજો જમાવી પોતાની પ્રતિભાનો પરચો બતાવ્યો છે. ત્યાં જ દહેરાદૂનના રિક્ષાચાલકની દીકરીએ મિશાલ કાયમ કરતાં પીસીએસ(જે) પેપરમાં ઉત્તરાખંડ ટોપ કરી રાજ્યનું માન વધાર્યું છે. પૂનમે પોતાના સ્વપ્નાઓની સાથે માતા-પિતાના સ્વપ્નાઓને પણ સાકાર કર્યા છે. દહેરાદૂનના નહેરૂ કોલોની બી બ્લોકમાં રહેતા રિક્ષાવાળાની દીકરી પૂનમ ટોડીએ પીસીએસ (જે)માં ઉત્તરાંખડમાં ટોચના ક્રમાંકે આવી છે. પૂનમ ટોડીએ બી કોમ, એમકોમ, એલએલબી અને હાલમાં ટિહરી ચંબાથી એલએલએમ કરી રહી છે. ભણવાની સાથે સાથે પૂનમ ટોડીએ યુપી એપીબોના પેપર પણ પાસ કર્યા હતા. પૂનમ ટોડીએ વાતચીતમાં જણાવ્યું કે પીસીએસ(જે) પાસ કરવું તેનું સ્વપ્ન હતું અને આજે તે સ્વપ્ન સાકાર થઈ ગયું છે. તેણીની માતા ગૃહિણી છે. પૂનમની એક મોટી બેન અને બે ભાઈ છે. પૂનમ ટોડીએ આ પહેલાં પણ બે વખત પીસીએસ(જે)ની પરિક્ષા આપી ચૂકી હતી પણ તેણીને સફળતા નથી મળી. પણ આ વખતે તેને સફળતા મળી ગઈ. પૂનમની મહેનત રંગ લાવી, તેણીએ જણાવ્યું કે, કેટલાક સમય તેઓએ દિલ્હીમાં રહીને કોચિંગ કરી અને ત્યારબાદ દૂન પાછી ફરીને પોતાના ઘરે પરીક્ષાની તૈયારી કરી. પૂનમે જણાવ્યું કે, તેના પિતા અશોકકુમાર ટોડી રિક્ષા ચલાવે છે અને દૂનમાં જ ૩૦ વર્ષથી રિક્ષા ચલાવે છે. પૂનમ પોતાના પિતાની મહેનતથી પ્રેરિત થઈને પોતાના ભણવા પર ધ્યાન લગાવ્યું અને તેની મહેનત રંગ લાવી.