(એજન્સી) તા.૩૦
ગુરૂવારે સવારના ૦૮ઃ૪૫ વાગ્યાના સુમારે ત્યારે તમામ લોકોના હૃદય હચમચી ગયા જ્યારે એ સમાચાર આવ્યા કે જાણીતા બોલિવૂડ પીઢ અભિનેતા ઋષિ કપૂર પણ હવે અવસાન પામી ગયા છે. એક દિવસ પહેલાં જ બોલિવૂડના શાનદાર અભિનેતા ઈરફાન પણ આ દુનિયા છોડી ગયા હતા અને હવે ઋષિ કપૂરના નિધનના સમાચારને કારણે બોલિવૂડ જગત શોકમગ્ન થઇ ગયું છે. આ દરમિયાન ઋષિ કપૂરની દીકરી રિધિમા કપૂર શાહનીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના પિતાને ચિર વિદાય આપતાં એક હૃદયર્સ્પશી પોસ્ટ લખી હતી. તેમાં પિતાને તેને ગુડબાય કહ્યું હતું.
ઋષિ કપૂરની જૂની તસવીર શેર કરતાં રિધિમા કપૂરે લખ્યું હતું કું કે પપ્પા આઈ લવ યૂ, હું તમને હંમેશા પ્રેમ કરતી રહીશ. દુઃખદ. મારા સૌથી મોટા યોદ્ધા, હું તમને દરરોજ મિસ કરીશ, જ્યાં સુધી હું તમને ફરી નહીં મળું ત્યાં સુધી હું તમને યાદ કરતી રહીશ.
તમને જણાવી દઈએ કે રિશી કપૂરના નિધન પર દીકરી રિદ્ધિમાને દિલ્હીથી મુંબઈ આવવાની પરવાનગી મળી ગઈ છે. રિશીનું નિધન ૩૦ એપ્રિલના રોજ ૮.૪૫એ મુંબઈમાં થયું હતું. દીકરી રિદ્ધિમાએ પિતાના નિધન પર ઈન્સ્ટા પર પોસ્ટ શેર કરતાં કહ્યું હતું, પપ્પા, બહુ જ બધો પ્રેમ. તમને હંમેશાં પ્રેમ કરતી રહીશ. તમારી આત્માને શાંતિ મળે. મારા મજબૂત યૌદ્ધા. તમે રોજ મને યાદ આવશો. હું રોજ ફેસટાઈમ કોલને મિસ કરીશ. આપણે ફરીવાર મળીશું. પપ્પા બહુ બધો પ્રેમ.
સાઉથ-ઈસ્ટ દિલ્હીના ડીસીપી આર પી મીનાએ કહ્યું હતું કે રિદ્ધિમાને તેના પતિ, દીકરી સાથે મુંબઈ આવવાની પરવાનગી આપવામાં આવી છે. તેમને આજે (૩૦ એપ્રિલ) સવારે ૧૦.૪૫ વાગે પાંચ લોકોને દિલ્હીથી મુંબઈ જવાની પરવાનગી આપવામાં આવી છે. હાલમાં ટ્રેન તથા ફ્લાઈટ્‌સ બંધ છે. આથી તેઓ કારથી દિલ્હીથી મુંબઈ જશે. દિલ્હીથી મુંબઈ ૧૪૦૦ કિમી દૂર છે અને રિદ્ધિમાને આવતા ૨૪ કલાક જેટલો સમય થશે. રિશી કપૂરના આજે (૩૦ એપ્રિલ) સાંજે મુંબઈના કાલબાદેવીના ચંદનવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.