ગાંધીનગર, તા.૨૬
ગુજરાત વિધાનસભા સંકુલનું રૂા.૧૩પ કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. ત્યારે હાલ ચાલી રહેલા પ્રથમ સત્રમાં જ જાણે સંકુલમાં કરેલો કરોડોનો ખર્ચ પાણીમાં ગયો હોય તેમ બહારના ભાગે પીઓપીના સ્લેબ તૂટી પડ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર વિધાનસભા સંકુલનું રૂા.૧૩પ કરોડના ખર્ચે રિનોવેશન કર્યા બાદ તા.૧૯ ફેબ્રુઆરીએ રાજ્યપાલના હસ્તે સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે દિવસથી જ નવા ભવનમાં વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું હતું. ત્યારે રિનોવેશન બાદ વિધાનસભા સંકુલના ઉદ્ઘાટનને પણ એક મહિના જેટલો સમય વિત્યો છે ત્યારે સોમવારે વિધાનસભા સંકુલના છત પરથી પીઓપીની બે ટાઈલ્સ તૂટીને નીચે પડી હતી. ખૂબ જ ઉચાઈએથી આ ટાઈલ્સ પડી ત્યારે નીચે કોઈ ઊભુ ન હતુ એટલે કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી પરંતુ રિનોવેશનની કામગીરી નબળી હોવાની પોલ ખૂલી ગઈ છે.
રિનોવેશનની કામગીરી નબળી : વિધાનસભા સંકુલની છત પરથી બે ટાઈલ્સ તૂટી પડી

Recent Comments