પુરૂં નામ : ધીરજલાલ હિરાચંદ અંબાણી
પ્રસિદ્ધ નામ : ધીરૂભાઈ અંબાણી
જન્મ : ૨૮ ડિસેમ્બર ૧૯૩૨ ચોરવાડ, જૂનાગઢ
મૃત્યુ : ૬ જુલાઇ ૨૦૦૨
કાર્યક્ષેત્ર : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક
ધીરૂભાઈ અંબાણીનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૨ ભારતના (હવે ગુજરાત રાજ્યના જૂનાગઢના) ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વણિક પરિવારમાં થયો હતો. તેઓ સ્કૂલ ટીચરના બીજા સંતાન હતા. ૧૬ વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા. તેમણે ૩૦૦ રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કું.માં કામ કર્યું.બે વર્ષ બાદ એ.બીસ. એન્ડ કું. શેલ(જીરીઙ્મઙ્મ) ઉત્પાદનોની ડિસ્ટ્રીબ્યુટર બની અને ધીરૂભાઈને બઢતી સાથે કંપનીના એડનના બંદર ખાતેના ફિલિંગ સ્ટેશનના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી.
કોકિલાબેન સાથે તેમના લગ્ન થયા અને બે દીકરા મુકેશ અને અનિલ તથા બે દીકરીઓ નીના કોઠારી અને દીપ્તિ સલગાંવકર થયા. રીલાયન્સ કમર્શિયલ કોર્પોરેશન ૧૯૬૨માં ધીરૂભાઈ ભારત પાછા આવ્યા અને રીલાયન્સ શરૂઆત કરી.
રિલાયન્સ પોલિયસ્ટર યાર્નની આયાત અને મસાલાની નિકાસ કરતી હતી. ચંપકલાલ દામાણી તેમના બીજા પિતરાઈ કે જેઓ એડન યમનમાં તેમની સાથે હતા, તેમની સાથે ભાગીદારીમાં કારોબાર શરૂ કર્યો. રિલાયન્સ કમર્શિયલ કોર્પોરેશનની પ્રથમ ઓફિસ મસ્જિદ બંદરની નરસિનાથ ગલી ખાતે શરૂ કરવામાં આવી. જેમાં ૩૫૦ સકેવર ફ્રૂટ (૩૩ દ્બ૨). એક ટેલિફોન, એક ટેબલ અને ત્રણ ખુરશી સાથેનો ઓરડો હતો. શરૂઆતમાં કારોબારમાં મદદ કરવા તેમના પાસે બે સહાયક હતા. ૧૯૬૫માં, ચંપકલાલ દામાણી અને ધીરૂભાઈ અંબાણી વચ્ચેની ભાગીદારીનો અંત આવ્યો અને ધીરૂભાઈએ પોતાની રીતે શરૂઆત કરી. ધીરૂભાઈ સાહસવૃત્તિ માટે જાણીતા હતા અને તેઓ માનતા હતા કે ભવિષ્યમાં કિંમતો વધશે અને તેથી નફો મેળવવા માટે માલ-સામાનનું નિર્માણ જરૂરી હતું. ૧૯૬૮માં તેઓ દક્ષિણ મુંબઈના અલ્ટમાઉન્ટ રોડ ખાતેના વૈભવી એપાર્ટમેન્ટમાં રહેવા ગયા. ૧૯૭૦ના દસકાના અંત સુધીમાં અંબાણીની અંદાજિત સંપત્તિ રૂપિયા ૧૦ લાખ હતી.
રિલાયન્સ ટેક્સટાઈલના વ્યવસાયમાં ઉજળી તકો હોવાનું લાગતાં ધીરૂભાઈએ પોતાની પ્રથમ ટેક્સટાઈલ મિલ ૧૯૭૭ના વર્ષમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં શરૂ કરી.પોલિયસ્ટર ફાઈબર યાર્નના ઉપયોગથી ટેક્સટાઈલનું ઉત્પાદન થતુ હતું. આ સ્થિતિનો ઉકેલ શોધવા માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ત્રણ કારોબારી દિવસ માટે બંધ રાખવામાં આવ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (મ્જીઈ)ના સત્તાધિશોએ આ મામલે મધ્યસ્થી કરી અને “અનબદલા” દર ઘટાડીને રૂ. ૨ સુધી લઈ આવ્યા અને સાથે એવી શરત રાખી કે બેર કાર્ટેલવાળાઓએ આગામી કેટલાક દિવસોમાં શેરની ડીલિવરી આપવી પડશે. બેર કાર્ટેલે ઊંચી કિંમતોના સ્તરે બજારમાંથી રીલાયન્સના શેર ખરીદ્યા અને એવું પણ જાણવા મળ્યું કે ધીરૂભાઈ અંબાણીએ પોતે જ બેર કાર્ટેલને શેર પૂરા પાડ્યા હતા અને બેર કાર્ટેલના આ સાહસમાંથી તેમણે તગડો નફો મેળવ્યો હતો.
સમય વીતતા ધીરૂભાઈ પોતાના કારોબારમાં વૈવિધ્યકરણ લાવ્યા અને પેટ્રોકેમિકલ્સમાં નિપુણતા હાસલ કરવાની સાથે ટેલિકમ્યુનિકેશન્સ, ઈન્ફર્મેશન ટેકનોલોજી, એનર્જી, પાવર, રીટેલ, ટેક્સટાઈલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓમાં, મૂડી બજારો, અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ કારોબારનો વિસ્તાર કર્યો. બીબીસીમાં કંપનીનું સમગ્રતયા વર્ણન આ મુજબનું હતું – “૧૨ અબજ ડોલરના અંદાજિત ટર્નઓવર સાથે ૮૫૦૦૦નું ધરાવનાર ઉદ્યોગ સામ્રાજ્ય”.
મોટા હદયરોગના હુમલાના કારણે ૨૪ જૂન ૨૦૦૨ના રોજ ધીરૂભાઈ અંબાણીને મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ તેમનો બીજો હુમલો હતો, પ્રથમ હુમલો ફેબ્રુઆરી ૧૯૮૬માં આવ્યો હતો અને તેમના જમણા હાથે લકવો થયો હતો. એક અઠવાડિયા કરતાં વધારે સમય સુધી તેઓ બેભાન અવસ્થામાં રહ્યા. તબીબોની ટૂકડી તેમનું જીવન બચાવવામાં નિષ્ફળ રહી. તેઓ ૬ જુલાઈ, ૨૦૦૨ના રોજ રાત્રે ૧૧ઃ૫૦ની આસપાસ મૃત્યુ પામ્યા. (ભારતીય પ્રમાણ સમય).
તેમની અંતિમ સંસ્કાર વિધિમાં માત્ર ઉદ્યોગપતિઓ, નેતાઓ અને સુપ્રસિદ્ધ માણસો જ નહિ, પરંતુ હજારોની સંખ્યામાં સામાન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments