(એજન્સી) મુંબઈ, તા.૧પ
ફિલ્મકાર રાજકપૂર ઉપર લખાયેલ પુસ્તક વિમોચન પ્રસંગે પત્રકારોની હાજરીનો અભિનેતા રિશીકપૂરે વિરોધ દર્શાવ્યો હતો. બુક પબ્લીસરે પત્રકારોને આમંત્રણ આપ્યું હોવા છતાં વિરોધ દર્શાવ્યો હતો.
બુક વિમોચન સ્થળે જ્યારે રિશીકપૂરે ત્રણ પત્રકારોને જોયા ત્યારે પૂછ્યું કે, તમે લોકો કોણ છો ? રિશીકપૂરે પત્રકારોને મફતિયા શબ્દ ઉચ્ચારી બહાર મોકલવાની સૂચના આપતા અંગત સિક્યુરિટીએ પત્રકારોને કહ્યું કે, તમારી હાજરી રિશીકપૂરને પસંદ નથી. બુક પબ્લીસરના પ્રતિનિધિએ સિક્યુરિટીને આવું વર્તન નહીં કરવા વિનંતી કરી હતી.
બે વાર હોટલ પર ઉત્પાતનું દૃશ્ય સર્જાયું છે. બુક પબ્લિસરે માફી માંગી હતી. રાજકપૂરના ૯૩ જન્મદિને દિલ્હીમાં રાજકપૂરના જીવન ઉપર એક પુસ્તક વિમોચનનો કાર્યક્રમ હોટલમાં રખાયો હતો. જ્યાં રાજકપૂરના પુત્રી રીતુ નંદા, અને પાંચ પુત્રો હાજર હતા. પત્રકારોએ અંતે સ્થળ છોડી જવાનું પસંદ કર્યું.