(એજન્સી) શ્રીનગર, તા.રપ
બડગામના વતની ફારૂક અહેમદ ડારને ૯ એપ્રિલ ર૦૧૭ના રોજ સેનાની જીપ આગળ બાંધી દઈ માનવઢાલ તરીકે ઉપયોગ કરનાર મેજર ગોગોઈ સામે પગલાં લેવા માટે માગણી કરાઈ છે. પીડિત ફારૂક અહેમદ ડારે ગુરૂવારે પ્રેસ કલબ સામે મેજર ગોગોઈ સામે પગલાં લેવાની માગણી સાથે વિરોધ પ્રદર્શન યોજ્યા હતા. મેજર ગોગોઈની બુધવારે શ્રીનગરની એક હોટલમાં સ્થાનિક છોકરી સાથે અટકાયત કરાઈ હતી. મેજર ગોગોઈએ સ્ટાફ સાથે ઝપાઝપી કરી હતી ત્યારબાદ તેને પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો. જ્યાં પોલીસે ગોગોઈને સેનાના હવાલે કર્યો હતો. માનવ અધિકાર કાર્યકર અશનઉન્ટો ડાર સાથે પ્રદર્શનમાં જોડાયા હતા. દેખાવકારોના હાથમાં પ્લેકાર્ડ હતા. જેમાં લખ્યું હતું કે રીઢા ગુનેગારની ધરપકડ કરો. યાતના જોઈ રાજી થતાં શખ્સની ધરપકડ કરો.