રાજ્યમાં એક તરફ આકરો ઉનાળો જામ્યો છે જ્યારે બીજી તરફ પાણીનો પોકાર ઉઠ્યો છે. પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે ત્યારે વાપરવાના પાણીની તો વાત જ શી કરવી ? અમદાવાદ જેવા સ્માર્ટ સિટીમાં એક તરફ જ્યાં પીવાનું પાણી ટેન્કરો મારફતે અપાય છે જ્યારે બીજી તરફ પાણી મામલે લોકો રોજ દેખાવો કરે છે. આ તો વર્ષોથી અનેક સ્થળોએ થાય છે પણ ક્યા તંત્રના પેટનું પાણી હાલે છે, ના સરકારના મોટી વાતો કરી મત લઈ જનારા હવે ક્યાં ? તેવો પ્રજાનો પોકાર છે ત્યારે પાણીના આ પ્રશ્નને રૂપાણી સરકાર કઈ હદે સમજે છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે. તસવીરમાં અમદાવાદના ફતેહવાડી, જુહાપુરા વિસ્તારમાં પાણી માટે લોકો સવારથી જ ટેન્કર આવવાની રાહ જોઈ લાંબી કતારોમાં લાગી પાણી મેળવે છે જ્યારે બીજી તરફ બોડકદેવ વોર્ડના રહીશોએ પાણી મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતે દેખાવો યોજી પાણીની સમસ્યા દૂર કરવા માંગ કરી હતી. જો મોટા શહેરોની આ સમસ્યા છે તો ગામડાઓની તો વાત જ શી કરવી ??
‘રૂપાણી’ સરકારનું પાણી માપતી રાજ્યની પાણીની સમસ્યા

Recent Comments