૨૦૦૭માં હચીસન વ્હામ્પોઆ પાસેથી વોડાફોને ઇન્ડિયન મોબાઇલ એસેટ્સ સંપાદિત કર્યા બાદ રૂા.૧૨,૦૦૦ કરોડનું વ્યાજ અને રૂા.૭૯૦૦ કરોડની પેનલ્ટીને લગતો ટેક્સ વિવાદ શરૂ થયો હતો, સરકારે જણાવ્યું હતું કે વોડાફોન આ પ્રાપ્તિ પર ટેક્સ ભરવા જવાબદાર છે જેની સામે કંપનીએ વાંધો ઊઠાવ્યો હતો
ભારત રૂા.૨૦,૦૦૦ કરોડના ટેક્સના દાવા પર વોડાફોન સાથેના ટેક્સ વિવાદ પર આંતરરાષ્ટ્રીય લવાદી અદાલતના નિર્ણયની ચકાસણી કરી રહ્યું છે કે જેમાં વોડાફોનનો વિજય થયો હતો. આ અંગે અદાલતમાં તેને પડકારવો કે કેમ તે અંગે હજુ નિર્ણય કરવાનો બાકી છે એવું એક સમાચાર સંસ્થાએ અનામી સરકારી અધિકારીને ટાંકીને જણાવ્યું હતું.
ગયા મહિને હેગમાં આંતરરાષ્ટ્રીય લવાદી ટ્રીબ્યુનલે એવો ચુકાદો આપ્યો હતો કે વોડા ફોન પર વ્યાજ અને પેનલ્ટી સાથે ટેક્સની જવાબદારી થોપવાનો નિર્ણય ભારત અને નેધરલેન્ડ વચ્ચે થયેલ રોકાણ સંધિના ઉલ્લંઘન સમાન છે. વોડાફોને જો કે તેને ટિપ્પણી કરવા માટે કરેલ વિનંતીનો તત્કાળ પ્રતિસાદ આપ્યો ન હતો. આ ઘટનાના મુખ્ય ૧૦ મુદ્દાઓ નીચે મુજબ છે.
૧. દ્વિપક્ષીય રોકાણ સંધિ પર આધારિત આંતરરાષ્ટ્રીય લવાદ નિર્ણય કરવેરાની સાર્વભૌમ સત્તાઓને નિયંત્રિત કરી શકે નહીં એવું એક સરકારી અધિકારીએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું.
૨. ૨૦૦૭માં હચીસન વ્હામ્પોઆ પાસેથી વોડાફોને ઇન્ડિયન મોબાઇલ એસેટ્સ સંપાદિત કર્યા બાદ રૂા.૧૨૦૦૦ કરોડનું વ્યાજ અને રૂા.૭૯૦૦ કરોડની પેનલ્ટીને લગતો ટેક્સ વિવાદ શરૂ થયો હતો.
૩. સરકારે જણાવ્યું હતું કે વોડાફોન આ પ્રાપ્તિ પર ટેક્સ ભરવા જવાબદાર છે જેની સામે કંપનીએ વાંધો ઉઠાવ્યો હતો.
૪. પોતાના ચુકાદામાં આતરરાષ્ટ્રીય ટ્રીબ્યુનલે જણાવ્યું હતું કે વોડાફોન પાસેથી આ બાકી રકમની વસૂલાતની માગણી બંધ કરવી જોઇએ.તેના બદલે સરકારે કાનૂની ખર્ચ માટે આંશિક વળતર તરીકે કંપનીને રૂા.૪૦ કરોડ કરતાં વધુ રકમ ચૂકવવી જોઇએ.
૫. વોડાફોનને આખરે ન્યાય મળ્યો છે. ભારત સરકારે ટેક્સની વસૂલાત કરવા માટે પશ્ચાદવર્તી સુધારા કર્યા હતા જે સુપ્રીમકોર્ટે ફગાવી દીધા હતા એવું વોડાફોન વતી દલીલ કરનાર ન્યુ દિલ્હી સ્થિત કંપની ડીએમડી એડવોકેટ્સના મેનેજિંગ ભાગીદાર અનુરાધા દત્તાએ જણાવ્યું હતું.
૬. સુપ્રીમકોર્ટે ૨૦૧૨માં વોડાફોનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો પરંતુ સરકારે એ જ વર્ષે પાછળથી નિયમો બદલ્યા હતા જેના કારણે અગાઉ સમાપ્ત થયેલ ટેક્સ ડીલ માટે તેને સત્તા મળી હતી.
૭. જુલાઇમાં સુપ્રીમ કોર્ટે ઇન્કમટેક્સ વિભાગને વોડાફોન-આઇડિયાને રૂા.૮૩૩ કરોડનું ટેક્સ રીફંડ ચૂંકવવા જણાવ્યું હતું.
૮. નાણાકીય સંકટમાંથી પસાર થઇ રહેલ વોડાફોન તેના એજીઆર (એડજેસ્ટેડ ગ્રોસ રેવન્યૂ) ચૂંકવણી કરવા માટે સંઘર્ષ કરી રહી છે.અત્યાર સુધી વોડાફોને એડીઆરની બાકી નીકળતી રકમ પેટે રૂા.૭૮૫૪ કરોડની આસપાસ ચૂકવ્યા છે તેમ છતાં હજુ વોડાફોને સરકારને રૂા.૫૦૩૯૯ કરોડ ચૂકવવાના બાકી છે.
૯. વોડાફોને એરવેવ્ઝ માટે યુસેજ ચાર્જમાં પોતાના એજીઆરના ૩થી ૫ ટકા અને લાયસન્સ ફી તરીકે એજીઆરના ૮ ટકા ચૂકવવાના થાય છે.
૧૦. વોડાફોને એજીઆરની વ્યાખ્યા સામે વાંધો ઉઠાવ્યો છે પરંતુ ગઇ સાલ સુપ્રીમ કોર્ટે એજીઆરમાં તમામ આવકનો સમાવેશ થવો જોઇએ એવા સરકારના મતને માન્ય રાખ્યો હતો.
– અનિંદિતા સન્યાલ
Recent Comments