ખોલવડ, તા.૨૦
બેફામ બનેલા રેતીચોરોને નાથવા ખાસ સ્કવોર્ડની રચના કરવા વિરોધપક્ષના નેતાને સુરત જિલ્લા પંચાયતના સદસ્ય દર્શન નાયકે કરેલ રજૂઆત સંદર્ભે વિરોધપક્ષના નેતાએ સુરત જિલ્લા કલેકટરને પત્ર પાઠવી સ્કવોર્ડની રચના કરવા કાર્યવાહી કરવા જણાવાયું છે. કામરેજ સહિત સુરત જિલ્લામાં રેતીચોરો બેફામ બની કાયદાની ઐસી કી તૈસી કરી મસમોટી ફાઈબર બોટો ચલાવી કરોડો રૂપિયાની રેતીચોરી કરી રહ્યા છે. પ્રતિબંધિત વિસ્તારોમાંથી પણ સ્થાનિક કચેરીએથી લઈ જિલ્લા સ્તર સુધીની મિલીભગતમાં રેતીચોરી થઈ રહી હોય અને અધિકારીઓ આંખ-આડા કાન કરી રહ્યા હોય છેવટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું બાકી રહ્યું હોય સુરત જિલ્લા પંચાયતના કઠોર વિભાગના સદસ્ય દર્શન નાયકે વિરોધ પક્ષના નેતાને તા.૮-૧-૧૮ના લેખિત પત્ર પાઠવી આ અંગે ખાસ સ્કવોર્ડની રચના કરવા જણાવ્યું હતું. વિરોધપક્ષના નેતાને આ પત્ર મળતા તેમના કાર્યાલય તરફથી સુરત જિલ્લા કલેકટરને પત્ર પાઠવી દર્શન નાયકની રજૂઆતના પત્ર સાથે રેતીચોરોને નાથવા અને કરોડોનું સરકારનું નુકસાન અટકાવવા સ્કવોર્ડની રચના કરવા આગળની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું છે.
રેતીચોરોને પકડવા ખાસ સ્કવોર્ડની રચના કરવા વિરોધપક્ષના નેતાને રજૂઆત

Recent Comments