ભરૂચ, તા.૨૩
ભરૂચ તાલુકાના હિંગ્લ્લા ગામ ખાતે પોલીસકર્મી વિરૂદ્ધ એસ. પી તથા રેન્જ આઈજીને બે લેખિત ફરિયાદ કરનાર યુવાન તથા તેના પરિવાર ઉપર હુમલો કરવાના બનાવથી હડકંપ મચી જવા પામ્યો છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર હિંગલ્લા ગામે મસ્જિદ ફળિયામાં રહેતા ફારૂક ઉમરજી ઓલિયાનાઓએ સરપંચ તથા તેણીના પોલીસ કોન્સ્ટેબલ પિતા વિરૂદ્ધ જાહેર રસ્તા ઉપર દીવાલ બનાવી લેવા સંદર્ભ વિવાદ ચાલતો હોય આ અંગે ફારૂક ઓલિયાએ જિલ્લા પોલીસ વડા તથા રેન્જ આઈજીને લેખિત રજૂઆતો કરી હોય તેની સીસ રાખી પોલીસકર્મીઓને તથા અન્ય પાંચ જણાએ ફારૂક તથા પરિવાર ઉપર હિચકારો હુમલો કરી ફારૂક તથા તેના પરિવારને ખોટી હરિયાદમાં હસાવી દેવા તેમજ મારી નાખવાની ધમકી આપી ગદડાપાટુનો માર મારેલ હતો. જે સબબ તેમની નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી હતી.
બીજી તરફ ફારૂકના કુટુંબજનો વિરૂદ્ધ રાયોટિંગના ગુના અંગે ફરિયાદ નોંધાવાની પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસકર્મી અબ્દુલમજીદ દિવાન દ્વારા છાશવારે ગ્રામજનો સાથે ઝઘડા કરી ખોટી ફરિયાદો દાખલ કરાતી હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદો ઊઠવા પામી છે.