(એજન્સી) નવી દિલ્હી, તા.૩
રીયલ એસ્ટેટ ક્ષેત્રે ડેવલપર્સ દ્વારા અવારનવાર ગ્રાહકોને છેતરવાની ઘટનાઓ સામે આવે છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં અપાયેલો આ નિર્ણય ગ્રાહકોના હિતમાં સાબિત થઈએ શકે છે. સુપ્રીમે એક મહત્ત્વપૂર્ણ ફેસલામાં જણાવ્યું હતું કે, રીયલ એસ્ટેટ વિનિયમન અને વિકાસ અધિનિયમ (રેરા),૨૦૧૬ને લાગુ કર્યા છતાં પણ ફ્લેટ ખરીદનાર રીયલ એસ્ટેટ ડેવલપર દ્વારા કહેલ સેવાઓ આપવામાં આવે નહી ત્યારે ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ હેઠળ રાહત માંગી શકે છે. ગ્રાહક દ્વારા ક્ધઝયુમર પ્રોટેકશન એકટ અંતર્ગત બિલ્ડર સામે કરાયેલી ફરિયાદ ચલાવવામાં રેરા કાયદો રોકે શકે નહીં કે અવરોધ ઊભો કરી શકે નહીં. જસ્ટીસ યુ.યુ.લલિત અને જસ્ટીસ વિનીત શરરણની બેન્ચે આ બાબતે કહયું હતું કે રેરાની કલમ-૭૯ ઉપભોક્તા ફોરમને ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમનાં નિયમો હેઠળ કોઈ પણ બાબતની ફરિયાદ કરવા માટે પ્રતિબંધ કરાયો નથી. ફોરમને નક્કી કરાયેલા સમય કરતા ફ્લેટ સોંપવામાં વધુ સમય થાય તો તે સમય માટે ખરીદનારને વળતર અપાવવાનો અધિકાર છે. અદાલતે મેસર્સ ઇપીરીયા સ્ટ્રક્ચર્સ લીમીટેડ દ્વારા રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગનાં નિર્દેશો વિરુદ્ધ નોંધાયેલી અરજીને ફગાવી દીધી છે. જેમાં ગુરુગ્રામમાં પરિયોજનામાં મોડું થવાના કારણે ખારેદાદારોને રૂ.૫૦ હજાર દંડ સાથે રકમ ચુકવવાનો આદેશ કરાયો હતો. સુર્પીમે ડેવલપર્સની દલીલને ફગાવતા કહયું હતું કે આ પરિયોજના રેરા હેઠળ રજિસ્ટર્ડ છે આથી અન્ય કાર્યવાહીની મંજૂરી આપવામાં આવી જોઈએ નહીં. રેરા અધિનિયમની કલમ ૭૯ હેઠળ સિવિલ કોર્ટ કોઈ પણ મુકદમા અથવા કાર્યવાહીના વિચાર પર રોક લગાવે છે. જોકે કલમ ૮૮માં કહેવામાં કહેવામાં આવ્યું છે કે રેરા ધીનીયમ એક વધારાનું પ્રાવધાન છે. રેરા અન્ય કાનૂના કાયદા કે નિયમો પર અંકુશ લગાવી શકે નહીં.