(એજન્સી) નવી દિલ્હી, તા.૭
આઈઆરસીટીસીએ પોતાની ત્રણ ખાનગી ટ્રેનોની બુકિંગ ૩૦ એપ્રિલ સુધી બંધ કરી દીધી છે. આ ત્રણ ટ્રેનો વારાણસી-ઈન્દોર રૂટ પર ચાલનારી કાશી મહાકાલ એક્સપ્રેસ, લખનૌ-નવી દિલ્હી તેજસ અને અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ છે. પહેલાં આ ટ્રેનો લોકડાઉન સુધી રદ કરવામાં આવી હતી પરંતુ હવે તેને આગળ વધારી દેવામાં આવી છે. એવામાં સવાલ કરવામાં આવી રહ્યો છે કે, શું આ લોકડાઉન આગળ વધારવાનો સંકેત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની મહામારીને ફેલાતા રોકવા માટે ર૧ દિવસના દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા કરી હતી. અધિકારીઓનું કહેવું છે કે, ૩૦ એપ્રિલ સુધી આ ટ્રેનો ન ચલાવવાનો નિર્ણય દેશમાં કોરોના વાયરસના વધતા કેસોને જોઈ કરવામાં આવ્યો છે. અધિકારીએ આગળ કહ્યું કે, આ દરમિયાન કોઈએ પણ ટિકિટ બુક કરાવી હશે તેને પૂરું રિફંડ મળશે.