(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
ભારતીય રેલવેએ ૨૫ માર્ચ બાદથી ૩૦ જૂન સુધી પ્રવાસ માટે બુક કરાવવામાં આવેલી તમામ ટિકિટોને રદ કરી મુસાફરોને ૧૦૦ ટકા રીફંડ આપવાની જાહેરાત કરી છે. જો કે આ નિર્ણય સામાન્ય ટ્રેનોના બુકિંગ પર જ લાગુ થશે અને શ્રમિક ટ્રેનોને કોઈ અસર નહીં થાય અને તે રાબેતા મુજબ જ દોડશે. ૧ મેથી શ્રમિક ટ્રેનો દોડાવવામાં આવી રહી છે તેમજ ૧૨ મેથી વિશેષ ટ્રેનો પણ શરૂ કરવામાં આવી છે તે આ નિર્ણયમાંથી બાકાત રહેશે અને તેનું સંચાલન યથાવત્ રહેશે તેમ રેલવેએ જણાવ્યું હતું. ભારતીય રેલવેએ લોકડાઉન શરૂ થયું ત્યારબાદ બૂક કરાવાયેલી ટિકિટો જે ૩૦ જૂન સુધી મુસાફરી માટે વેલિડ હોય તે તમામ રદ થશે. રેલવેની આ જાહેરાતનો સામાન્ય અર્થ એ પણ થઈ શકે છે કે ૩૦ જૂન સુધી રેલવેની સામાન્ય સેવાઓ શરૂ થઈ શકશે નહીં. દેશમાં કોરોના સંક્રમણના કેસો વધતા ૨૫મી માર્ચથી રેલવેની નિયમિત મેલ, એક્સપ્રેસ તેમજ પેસેન્જર અને સબર્બન સેવા બંધ કરવામાં આવી છે. અગાઉ રેલેવે ૧૭ મે એટલે કે લોકડાઉનનું ત્રીજું ચરણ ના પતે ત્યાં સુધી તમામ ટ્રેનોના બુકિંગ રદ કરવાની જાહેરાત કરી હતી.
રેલવેએ ૩૦ જૂન સુધી તમામ ટિકિટ કેન્સલ કરી, શ્રમિક, સ્પેશિયલ પેસેન્જર ટ્રેન ચાલુ રહેશે

Recent Comments