વડોદરા, તા.૪

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વડોદરા અને અમદાવાદ સિટીના ટ્રેક માટેના ટેન્ડર કરવાના બાકી છે. અમદાવાદ શહેરમાંથી પસાર થતો ૧૭ કિલોમીટરનો ટ્રેક અને વડોદરામાં છાણીથી મકરપુરા સુધી ૮ કિલોમીટરનો ટ્રેક નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન માટે પેચીદો બન્યો છે. શહેરના સ્ટેશન માટે બદલાયેલી જગ્યાને પગલે નવી જમીન સંપાદન અને નવી ડિઝાઇનમાં તંત્ર વ્યસ્ત છે. ત્યારે વડોદરાના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સત્તાઘીશોએ જણાવ્યું હતું કૅ વડોદરા રેલવે સ્ટેશન પાસે રેલવેની જમીનમાં જ ટ્રેક ઊભો કરાશે. કડક બજાર પાસે રેલવેની કેટલીક ઓફિસ અને મકાન છે, જે જમીન સંપાદન કરાશે. સ્ટેશનની ડિઝાઇન અને અન્ય કામગીરી હજુ બાકી હોવાથી આગામી એક મહિના પછી આ અંગે ટેન્ડર પ્રક્રિયા હાથ ઘરાશે.

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ૭ પાસે બનનાર બુલેટ ટ્રેનના સ્ટેશનની ડિઝાઇન બદલાઈ છે. પ્લેટફોર્મ નંબર પાસે બનનાર સ્ટેશન ૬ માળનું બનવાનું હતું. પરંતુ ૭ નંબર પાસે માત્ર ત્રણ માળનું સ્ટેશન બનશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કનેક્ટિવિટી ફસ્ટ ફ્લોર ઉપર ટિકિટિંગ અને થર્ડ ઉપર ટ્રેન માટેનો વ્યવહાર રહેશે. જ્યારે રોડની સામેની બાજુ પાર્કિંગ બનાવાશે. પાર્કિંગ અને સ્ટેશન વચ્ચે ટનલ અથવા ઓવર બ્રિજ બનાવાશે.

વડોદરાથી અમદાવાદ ૮૮ કિલોમીટરના રૂટ ના ટેન્ડરની ટેકનિકલ પ્રોસેસની દેખરેખ તેમજ વડોદરાથી વાપી વચ્ચે બનનાર બ્રિજ અંગેના ટેન્ડરની જવાબદારી વડોદરાના ચીફ ઓફિસરને સોંપાઇ છે. બુલેટ ટ્રેન દ્વારા ત્રણ ટેકનિકલ ટેન્ડર ઓપન થયા છે. જેમાં રસ દાખવનારા કંપનીઓના સ્કુટી ની સહિતની કામગીરી વડોદરા ખાતે થશે. આ ટેન્ડર ની કિંમત ૧૫,૦૦૦ કરોડ થવા જાય છે.  લાલબાગ ખાતે બની રહેલા બુલેટ ટ્રેન હોસ્ટેલની સાથેના બિલ્ડિંગમાં ત્રણ કામનું એક જ ટેન્ડર હાથ ધરાયું હતું. અંદાજે રૂચ. ૬૦૦ કરોડની કિંમતના આ ટેન્ડરમાં ૧૦૦ કરોડની કિંમતનું સિમ્યુલેટર પણ સામેલ હતું. પરંતુ હવે આગામી એક મહિનામાં સેમ્યુલેટરનું અલગથી ટેન્ડર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જેના પર ટ્રેનિંગ મેળવ્યા બાદ બુલેટ ટ્રેન ઓપરેશન થઇ શકશે.  વડોદરા રેલવે સ્ટેશન ખાતે બુલેટ ટ્રેન સ્ટેશનની દિશા બદલે છે કેટલાક ટૅક્તિકલ પ્રશ્નો ક્લીયર થયા નથી જાપાન ખાતે ડિઝાઇન તૈયાર થયા બાદ નવીં ડિઝાઇન કરાશે આ સાથે વડોદરા સીટી ના રૂ ટેન્ડર પણ બહાર પડાશે. કામગીરીમાં હજુ એક મહિનો લાગશે તેમ સુષ્મા ગૌર, પીઆરઓ નેશનલ હાઈ સ્પીડ કોર્પોરેશન એ જણાવ્યું હતું.