(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૪
આણંદ શહેરમાં ટૂંકી ગલી નજીક ગઈકાલે સાંજના સુમારે આણંદ રેલ્વે પોલીસના જવાને માનસિક અસ્થિર યુવકને જાહેરમાં દંડા વડે ધોઈ નાંખ્યો હતો. જે વિડિયો વાયરલ થતા જેની નોંધ સ્ટેટ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા લેવામાં આવી છે અને આણંદના એસપી પાસે તેનો અહેવાલ માંગ્યો છે. રેલ્વે પોલીસના જવાન દ્વારા યુવકને બેફામ માર મારવાની ઘટનાને લઈને રેલ્વે પોલીસ પ્રત્યે લોકોમાં રોષ પ્રવર્તી ઉઠ્યો છે.
આ ઘટનાને લઈને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અને તેને લઈને બંને પોલીસ જવાનો રેલ્વે સ્ટેશનમાં પરત જતા રહ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા યુવકને માર મારતો વીડિયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો. જેની નોંધ પોલીસ કંટ્રોલ દ્વારા પણ લેવામાં આવી છે અને સ્ટેટ કંટ્રોલે આ ઘટના અંગે આણંદના એસપી પાસે વિગતવાર અહેવાલ માંગ્યો છે. માનસિક અસ્થિર યુવકને રેલ્વે પોલીસના જવાન દ્વારા બેફામ માર મારવાની ઘટનાને લઈને લોકોમાં રેલ્વે પોલીસ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.