(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
શહેરના રાંદેર – અડાજણ રોડ સ્થિત નવયુગ કોલેજ પાસે આવેલ રૈના આર્કેડના પાર્કિંગમાં રાખેલ જનરેટરમાં આજે સવારે સવા અગિયાર વાગ્યાના સુમારે શોર્ટ સર્કિટથી આગ લાગતા પહેલાં માળે હોસ્પિટલમાં ધુમાડો ફેલાયો હતો. ફાયરના જવાનોએ રેસ્કયુ ઓપરેશન કરી દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફના ૩૨ લોકોને બચાવી લીધા હોવાનું જાણવા મળે છે. ફાયર બ્રિગેડના સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે ૧૧.૧૮ કલાકે અડાજણ નવયુગ કોલેજના બાજુમાં આવેલા રેના આર્કેડના પાર્કિંગમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. બનાવની જાણ થતા જ મોરાભાગળ ફાયર સ્ટેશનના સબ ઓફિસર ધોબી સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોચ્યા હતા. આગ અને ધૂમાડો જાતા તાત્કાલિક ચીફ ફાયર ઓફિસર પારેખ, ફાયર ઓફિસર ફાલ્ગુન ગઢવી, બોરન્સે સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા રૈના આર્કેડના ગ્રાઉન્ડ ફલોર પર વિજય સેલ્સ ઈલેકટ્રોનિક્સનો શોરૂમ આવ્યો છે. જ્યારે પહેલાં માળે આઈક્યુ આઈ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આવી છે. વિજય સેલ્સના પાછળ ગ્રાઉન્ડ ફલોર પર આવેલ જનરેટરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. જોત જોતામાં આગ પ્રસરીને મીટર પેટી તેમજ પાર્કિંગમાં રાખેલ બાઈક સુધી ફેલાઈ હતી. ફાયરના જવાર્નોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં તો કરી લીધી, પરંતુ ઊંચે સુધી ધૂમાડાના ફેલાયો હતો ગ્રાઉન્ડ ફલોર પર પાછળના ભાગેથી ઉઠેલો ધૂમાડો પહેલા માળે હોસ્પિટલમાં પ્રસરી આગળના ભાગેથી નીકળતા હોસ્પિટલનો સ્ટાફ, પેશન્ટ અને તબીબો વચ્ચે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. ફાયરના જવાનો દ્વારા પહેલાં માળે ફસાયેલ ૩ પેન્શન્ટ અને ૨૮ જેટલા હોસ્પિટલના સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ધૂમાડો અને આગથી સામાન્ય રીતે દાઝેલા આઈક્યુ હોસ્પિટલના સ્ટાફને બાજુમાં આવેલ સેલ્બી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આગથી પાર્કિંગમાં રાખેલ ૪૦થી વધુ બાઈક સાઈકલને નુકસાન થયું છે. ઘટના સ્થળે હાજર ફાયર ઓફિસર ધોબીના જણાવ્યા અનુસાર કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ નથી. શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં બાઈક સળગી છે. ઈલેકટ્રોનિકસ શોરૂમ અને હોસ્પિટલમાં ધૂમાડો ફેલાતા અફડાતફડી અને નાસભાગ મચી હતી સદ્‌નશીબે કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી. અડાજણ નવયુગ કોલેજની બાજુમાં આવેલી રૈના આર્કેડના પાર્કિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગ લાગી ત્યારે વિજય સેલ્સ ઈલેક્ટ્રોનિક્સ શો રૂમ તેમજ પહેલા માળે આવેલ આઈક્યુ હોસ્પિટલનો સંપૂર્ણ સ્ટાફ હાજર હતો. સ્ટાફ તેમજ મુલાકાતીઓ દ્વારા પાછળના ભાગે પાર્કિંગમાં પોતાના વાહનો મુક્યા હતા. આગથી પાર્કિંગમાં રાખેલ ૪૦ થી વધુ વાહનો સળગી ગયા હતા. ૨૧ જેટલી બાઈક તો આગમાં સંપૂર્ણ ૧૦૦ ટકા નાશ પામી છે. ધુમાડો જાઈને કેટલાક લોકો પહેલા માળનો કાચ તોડીને બહાર નીકળવાનો પ્રયાસ કરતા નજરે પડ્‌યા હતા. ધુમાડાના લીધે ગુંગળામણ અનુભવતા લોકોને ફાયરના સ્ટાફે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. ૧૫ જેટલા લોકોને ધુમાડાથી અસર થતા તેઓને તાત્કાલિત બાજુમાં આવેલી સેલ્બી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બની ત્યારે રસ્તા પરથી પસાર થનાર રાહદારીઓ અને વાહન ચાલકોની ભારે ભીડ જાવા મળી હતી. સદ્‌નસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.