(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૯
સરથાણા બીઆરટીએસ સાગવાટી પાસે રોડ ક્રોસ કરતા રાહદારીને એસટી બસે અડફેટમાં લેતા મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે લોકોનું ટોળુ ભેગુ થઈ જતા પોલીસ દોડતી થઈ હતી. બસ ચાલક બસ મૂકીને નાસી ગયો હતો. સરથાણા પોલીસે એસટી બસ નં.જીજે-૧૮-ઝેડ-૩૦૪૫ના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કતારગામ રાધાસ્વામી સોસાયટીમાં રહેતા ગટોરભાઈ ભીમજીભાઈ ચાવડાના ભાઈ નરશી ભીમજીભાઈ ચાવડા (ઉ.વ.૫૨) ગત તા.૭/૪/૨૦૧૯ના રોજ રાત્રે ૧૧ઃ૦૦ કલાકે સાગવાટી બીઆરટીએસ બસ સ્ટેન્ડ રોડ ક્રોસ કરતા હતા. આ સમયે એસટી બસ નં.જીજે-૧૮-ઝેડ-૩૦૪૫ના ચાલકે બસ પૂરઝડપે હંકારી નરશીભાઈને અડફેટમાં લેતા ફંગોળી ગયા હતા. જેને કારણે નરશીભાઈને કપાળના ભાગે ગંભીર ઈજા થતા મૃત્યુ થયું હતું. સરથાણા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
રોડ ક્રોસ કરતા રાહદારીનું એસટી બસની અડફેેટે આવી જતાં કરૂણ મોત

Recent Comments