(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨૫
અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના રોડ રસ્તા પાકા કરવા માટે મંજૂર કરાયેલ ૮૧ રોડ માટે રૂપિયા ૧૩ કરોડ જેટલા રોડનું કામ કરવા દરખાસ્ત થઈ હતી જે કામમાં અમુક રોડ બનાવવા કોઈ જરૂર ના હોઈ અને તેમ છતાં નાગપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવતા જે બાબતે સામાજિક કાર્યકર અને આમ આદમી પાર્ટીના પ્રમુખ સુખડિયાએ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ભાવનગરને રજૂઆત કરતા પ્રાદેશિક કમિશનરે શહેરના ૫ રોડ નામંજૂર કરી રૂપિયા ૯૫ લાખ જેટલા રૂપિયા ગેરમાર્ગે જતા બચાવ્યા છે.
અમરેલી શુભ લક્ષ્મીનગર સોસાયટી સહિત અનુક્રમ નંબર ૧૫, ૨૯, ૩૦, ૪૨ અને ૭૧ એમ કુલ પાંચ રોડ જે ભૂતકાળમાં બની ગયેલ હોવા છતાં હાલના નગરપાલિકાના સત્તાધીશો કે અમુક ચૂંટાયેલા વહીવટ કરે છે તેઓને બનેલા રોડના નામે ફરીવખત બીલો ઉધારી મોટા પાયે થનારા ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો હતો.
નગરપાલિકા દ્વારા શહેરમાં રોડ બનાવા મંજૂર થયેલ ગ્રાન્ટમાંથી દર્શાવી બિલ બનાવી પૈસા બરોબર ચાઉ કરવા બનાવેલ નિયોજિત પ્લાનનો અમરેલી આમ આદમી પાર્ટીના નાથાલાલ સુખડિયાએ પાણી ફેરવી દીધુ હતું. આ બનેલા રોડ બાબતે પરાદેશિક કમિશનર ભાવનગરનું ધ્યાન દોરતા અનુક્રમ નમ્બર ૧૫, ૨૯, ૩૦, ૪૨ અને ૭૧ કમિશનરે રદ કર્યા અને અમરેલીની જનતા અને પ્રજાની તિજોરીના ૯૪,૯૦,૫૦૦/- બચાવ્યા હતા જે બાબતે અમરેલીના વગર ચૂંટણી લડ્યે વહીવટ કરતા ભ્રષ્ટાચારીઓમાં ભયનો વિષય બન્યો છે. આમ આદમી પાર્ટીનું આ એક સરાહનીય પગલું છે જેમાં ભ્રષ્ટાચાર થતા પહેલા જ અટકાવવામાં આવ્યું હતું.
રોડ બનાવવાની જરૂરિયાત ન હોવા છતાં પાલિકાએ બિલો ઉધાર્યા : પ્રાદેશિક કમિશનરે નામંજૂર કર્યા

Recent Comments