નવી દિલ્હી,તા.૨૮
વીવીએસ લક્ષ્મણ ઈચ્છે છે કે રોહિત શર્માએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ આગામી સિરીઝ દરમિયાન પોતાની પ્રાકૃતિક (નેચરલ) ગેમ પર અડિગ રહેવું જોઈએ. રોહિત આ સિરીઝના માધ્યમથી પ્રથમવાર ટેસ્ટ ક્રિકેટમાં ઈનિંગનો પ્રારંભ કરશે. પૂર્વ ટેસ્ટ બેટ્‌સમેન વીવીએસ લક્ષ્મણને ચિંતા છે કે જો આ મેચ દરમિયાન તે પોતાની ટેકનિકમાં ફેરફાર લાગે છે તો તેના પ્રદર્શન પર નકારાત્મક અસર પડશે. લક્ષ્મણની સાથે પૂર્વમાં આમ થયું હતું.
લક્ષ્મણ મધ્યમક્રમનો નિષ્ણાંત બેટ્‌સમેન હતો પરંતુ તેને ૧૯૯૬-૯૮ વચ્ચે ઈનિંગનો પ્રારંભ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તે આ સ્થાન પર ક્યારેય સરળ અનુભવ કરતો નહતો. લક્ષ્મણે પૂર્વ ભારતીય ક્રિકેટર દીપ દાસગુપ્તાને તેની યૂટ્યૂબ ચેનલ ’દીપ પોઈન્ટ’ને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, ’સૌથી મોટા ફાયદાની તે વસ્તુ છે કે રોહિતની પાસે અનુભવ છે, જે મારી પાસે નહતો.’
તેણે જણાવ્યું, ’મેં માત્ર ૪ ટેસ્ટ મેચ રમ્યા બાદ ટેસ્ટ ક્રિકેટમાં ઈનિંગનો પ્રારંભ કર્યો હતો. રોહિત ૧૨ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. તેથી તેનામાં પરિપક્વતા અને અનુભવ બંન્ને છે અને સાથે તે ફોર્મમાં છે.’