નવી દિલ્હી,તા.૨
લૉકડાઉનના કારણે હાલ ભારતીય ક્રિકેટ ટીમ ઘરે છે, ભારતીય ટીમ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર ખેલાડીઓ લાઇવ ચેટમાં આવ્યા હતા, જેમાં ભારતીય મહિલા ટીમની ઓપનરે સ્મૃતિ મંધાનાએ શમીને લઇને મોટો ખુલાસો કર્યો હતો. ટીમ ઇન્ડિયાના ઉપ કેપ્ટન રોહિત શર્મા, મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રીગ્જ એક લાઇવ ચેટમાં ઉપસ્થિત થયા હતા. અહીં તેમને કેટલાક કિસ્સા શેર કર્યા હતા. મંધાનાએ શમીના બૉલને યાદ કરતાં કહ્યું કે, મને યાદ છે કે જ્યારે શમીભાઇ પોતાનુ રિહેબ કરી રહ્યો હતો. તે દમિયાન ૧૨૦ની સ્પીડથી બૉલ ફેંકી રહ્યો હતો. આવામાં હું બેટિંગ કરી રહી હતી, અને મે તેને કહ્યું હતુ કે મારી બૉડી પર બૉલ ના વાગે એવા બૉલ નાંખજે. મંધાનાએ વીડિયોમાં ખુલાસો કરતા કહ્યું કે, પહેલા બે બૉલમાં હુ બીટ થઇ કેમકે મને ફાસ્ટ બૉલ રમવાની આદત નથી. પણ ત્રીજો બૉલ સીધો મારી જાંઘ પર આવીને વાગ્યો, મારી જાંઘ પર કાળો ડાઘ પડી ગયો હતો. મારી જાંઘ ૧૦ દિવસ સુજેલી રહી, ૧૦ દિવસ ઘાનુ નિશાન રહ્યું હતુ.આ લાઇવ ચેટમાં રોહિત શર્મા, મંધાના અને રોડ્રિગ્જે પોતાના અદભૂત કિસ્સા શેર કર્યા હતા. રોહિતે પણ મોહમ્મદ શમીના બૉલને ઘાતક ગણાવ્યા હતા.