મુંબઈ,તા.૫
ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી સ્ટાર બની ગયો છે પરંતુ ટીમમાં તેની આપખુદ શાહીને લઇ કેટલાક ખેલાડી નારાજ છે. ભારતીય ઓપરન રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી. રોહિત શર્માએ વિરાટ કોહલીને સોશિયલ મીડિયામાં અનફોલો કરી દીધો છે.બીજી તરફ વિરાટ કોહલી પણ રોહિત શર્માને ટિ્‌વટરમાં ફોલો કરતો નથી, વિરાટ ટિ્‌વટર પર રોહિતની પત્ની રિતિકા સજદેહને ફોલો કરે છે.
રોહિત શર્મા પહેલા વિરાટ કોહલીને ટિ્‌વટર અને ઇંસ્ટાગ્રામ પર ફોલો કરતો હતો પરંતુ હવે તેને અનફોલો કરી દીધો છો. રોહિત શર્માએ વિરાટ કોહલીની પત્ની અને એક્ટ્રેસ અનુષ્કા શર્માને પણ અનફોલો કરી દીધી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે ખટરાગના સમાચાર છે. તાજેતરમાં જ રોહિત શર્માને ઇંગ્લેન્ડ પ્રવાસમાં ટેસ્ટ ટીમમાં જગ્યા આપવામાં આવી નહતી. પ્રથણ ૩ ટેસ્ટ બાદ અંતિમ ૨ ટેસ્ટ માટે પણ રોહિત શર્માને ટીમમાં પસંદ કરવામાં આવ્યો નહતો. રોહિતની જગ્યાએ પૃથ્વી શો અને હનુમા વિહારીને તક આપવામાં આવી હતી. ટીમ સિલેક્શનમાં કેપ્ટનનો મહત્વનો રોલ હોય છે, એવામાં રોહિત શર્મા આ કારણે જ વિરાટથી નારાજ હોય તેમ લાગી રહ્યું છે.