મેલબોર્ન, તા.૩૦
મહિલા અને પુરૂષ આઈસીસી વર્લ્ડ ટ્વેન્ટી-ર૦ ર૦ર૦ની જાહેરાત થઈ ચૂકી છે. ર૦ર૦માં ઓસ્ટ્રેલિયાના આઠ શહેર મળી મહિલા અને પુરૂષ ટ્વેન્ટી-ર૦ વર્લ્ડકપની યજમાની કરશે. આવું પહેલીવાર બનશે જ્યારે મહિલા અને પુરૂષ ટુર્નામેન્ટ એક જ દેશમાં અલગ-અલગ સમયે રમાશે. મહિલા આઈસીસી વર્લ્ડ ટ્વેન્ટી-ર૦ ર૧ ફેબ્રુઆરીથી ૮ માર્ચ દરમિયાન જ્યારે પુરૂષ ટ્વેન્ટી-ર૦ વર્લ્ડકપ ૧૮ ઓક્ટોબરથી ૧પ નવેમ્બર દરમિયાન રમાશે. મહિલા વર્લ્ડકપમાં ૧૦ ટીમો અને પુરૂષ વર્લ્ડ ટ્વેન્ટી-ર૦માં ૧૬ ટીમો ટાઈટલ માટે ટકરાશે. બંનેની ફાઈનલ મેલબોર્ન (એમસીજી)માં રમાશે. મહિલાઓની બંને સેમિફાઈનલ સિડનીમાં રમાશે જ્યારે પુરૂષોની એક સેમિફાઈનલ સિડની અને બીજી એડીલેડમાં રમાશે. મહિલા આઈસીસી વર્લ્ડ ટ્વેન્ટી-ર૦ની ફાઈનલ મેચ ર૦ર૦ના મહિલા દિવસ એટલે કે ૮ માર્ચે રમાશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ મેચમાં રેકોર્ડ દર્શકો જોવા મળી શકે છે.
ર૦ર૦માં ટ્વેન્ટી-ર૦ વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયાના આઠ શહેરોમાં રમાશે

Recent Comments