(એજન્સી) તા.રપ
સંયુકત રાષ્ટ્રની સામાન્ય સભા (યુએનજીએ) દ્વારા વર્ષ ર૦ર૦ દરમ્યાન ઈઝરાયેલની સૌથી વધુ નિંદા કરવામાં આવી હતી. જિનીવા આધારિત બિન સરકારી સંસ્થા યુએન વોચ જે યુએનની કામગીરી પર દેખરેખ રાખે છે. તેબા આ સપ્તાહના અહેવાલમાં આમ જણાવાયું છે. ગયા અઠવાડિયે ઈઝરાયેલની ટીકા કરતા તેના બે ઠરાવો સાથે, યુએનજીએએ ઈઝરાયેલ સામે તેના કુલ ઠરાવોની સંખ્યા ૧૭ પર લાવી દીધી હતી, જે બાકીના વિશ્વના દેશોની સરખામણીમાં છઠ્ઠા સ્થાને રહેવાની તુલનામાં લગભગ ત્રણ ગણી વધુ હતી. ઈઝરાયેલ તરફી કાર્યકરો ઝિયોનિસ્ટ રાજય સામે નિયમિત પણે નિર્ણયો લેવા માટે યુએનની ટીકા કરે છે. જે ઠરાવોમાંથી એક છે ગોલાન હાઈટસમાં સીરિયનો અને વેસ્ટ બેન્કમાં પેલેસ્ટીનીઓના કુદરતી (પ્રાકૃતિક) સંસાધનોનો ઈઝરાયેલ દ્વારા શોષણ આ ઠરાવ જે નવેમ્બરમાં બહાર થયું હતું. તેમાં જણાવાયું છે કે અમે તીવ્રતાથી ચિંતિત છીએ કે ઈઝરાયેલ, સીરિયન ગોલાનમાંથી જે ૧૯૬૭થી તેના કબજા હેઠળ છે. પાછો ખસ્યો નથી અને ઠરાવમાં ભાર મુકતા જણાવાયું છે કે ૧૯૬૭થી કબજે કરેલા સીરિયન ગોલાનમાં ઈઝરાયેલી વસાહતી નિર્માણ અને અન્ય પ્રવૃતિઓ ગેરકાયદેસર છે. ઓકટોબરમાં આવેલા એક બીજા ઠરાવમાં કહેવાયું છે કે પેલેસ્ટીની શરણાર્થીઓના મુદ્દાનો ઉકેલ લાવવો હિતાવહ છે અને બંને પક્ષોને પેલેસ્ટીની શરણાર્થીઓની મિલકતો અને શાંતિ મંત્રણા અંતર્ગત તેમની આવકો સાથે વ્યવહાર કરવા તાકીદ કરાઈ હતી. જો કે યુએનજીએના ઠરાવો બંધાયેલા નથી, પરંતુ વૈશ્વિક બાબતોમાં પ્રતિકાત્મક મહત્વ ધરાવે છે.