(સંવાદદાતા દ્વારા )

પ્રાતિજ, તા.૫

૨૦૦૨ ના કોમી રમખાણો વેળાના બ્રિટનવાસીઓના ? ૨૩ કરોડના વળતરના દાવાના કેસમાંથી વર્તમાનવડાપ્રધાનતથા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનુ નામ કમી કરવાની અરજી પ્રાતિજ સિનિયર ડિવિઝન સિવિલ કોર્ટે મંજૂર કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૨૦૦૨ના કોમી રમખાણો વેળા પ્રાતિજ પાસેથી પસાર થતા બ્રિટનનાં નાગરિક ની હત્યા તથા લૂટફાટનો બનાવ બન્યો હતો. જેમાં બ્રિટન નિવાસી ઈમરાન દાઉદ, સિરિન દાઉદ વગેરેએ ? ૨૩ કરોડના વળતરનો કેસ કર્યો હતો. તેમાં પ્રતિવાદીઓ વિરુદ્ધદાવો કર્યો હતો. તે પૈકીના એક પ્રતિવાદી  તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વળતરનો કેસ કર્યો હતો. જે કેસમાં નરેન્દ્ર મોદીને પક્ષકાર તરીકે દૂર કરવા અરજી કરી હતી. જે અરજી પ્રાતિજ પ્રિ.સિ.જ્જ એસ.કે. ગઢવી સમક્ષ સુનાવણી થતા મોદીને પક્ષકાર તરીકે દૂર  કરતો હુકમ કર્યો છે.જ્યારે બાકીના પ્રતિવાદીઓ યથાવત રહેશે.તેમ કોર્ટે સૂત્રોએ જણાવ્યું છે.